સાત રાજ્યો, બે કેન્દ્રશાસિત પ્રદેશો, ૮૯ બેઠકો, ૧૩.૩૮ કરોડ મતદારો

લોકસભાની ચૂંટણીમાં આજે સાતમા તબક્કાનું મતદાન

લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કામાં ગુજરાતની ૨૬ તથા પંજાબની ૧૩ તેમ જ અન્ય પાંચ રાજ્યોની ૫૦ બેઠકો માટે આજે મતદાન યોજાશે. નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા મહાનુભાવોનું ભાવિ ૧૩.૩૮ કરોડ મતદાતાઓ નક્કી કરશે.

આંધ્ર પ્રદેશમાંથી બનાવવામાં આવેલા નવા રાજ્ય તેલંગણાની તમામ ૧૭ લોકસભા બેઠકો ઉપરાંત વિધાનસભાની ૧૧૯ બેઠકો માટે પણ આજે મતદાન થશે. બિહારની કુલ ૪૦ પૈકીની ૭, ઉત્તર પ્રદેશની કુલ ૮૦ પૈકીની ૧૪, પશ્ચિમ બંગની કુલ ૪૨ પૈકીની ૯ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા-નગર-હવેલી તથા દમણ-દીવની એક-એક બેઠક માટે મતદાન થશે.

પહેલાં છ તબક્કામાં લોકસભાની ૩૪૯ બેઠકો માટે મતદાન થઈ ચૂક્યું છે. આજે જ્યાં મતદાન થવાનું છે એ પૈકીની ૩૫ બેઠકો અત્યારે કૉન્ગ્રેસના અને ૨૩ BJPના હાથમાં છે. આ વખતે પણ આ બન્ને રાજકીય પક્ષોનું ઘણુંબધું દાવ પર લાગેલું છે. પંજાબમાં કૉન્ગ્રેસનો સામનો કરી રહેલા શાસક શિરોમણિ અકાલી દલનું ભવિષ્ય પણ દાવ પર લાગેલું છે.

આ વખતની લોકસભાની ચૂંટણીનો સૌથી વધુ વરવો ચહેરો

લખનઉથી આશરે ૧૬૦ કિલોમીટર દૂર આવેલા સુલતાનપુરના પાર્કમાં દૂરદર્શનની નૅશનલ ચૅનલ દ્વારા ચૂંટણી વિશેની ડિબેટનું શૂટિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે પ્રેક્ષકો પૈકીના એક દુર્ગેશકુમાર સિંહે ખુદને આગ ચાંપી દીધી હતી અને તે ડિબેટમાં ભાગ લઈ રહેલા બહુજન સમાજ પાર્ટીના નેતા કમરુઝમા ફૌઝીને વળગી પડ્યો હતો. એ આગને બુઝાવવામાં ધમાચકડી મચી ગઈ હતી. તસવીર : એએફપી

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK