અમદાવાદમાં ફરી એક વાર અડવાણીની એન્ટ્રી, સાંજે રોડ-શો યોજ્યો

૮૭ વર્ષના લાલ કૃષ્ણ અડવાણીએ ગઈ કાલે ફરી એક વાર અમદાવાદમાં એન્ટ્રી મારીને સાંજે રોડ-શો યોજ્યો હતો.


અમદાવાદમાં શરીરને દઝાડતી ગરમીના કારણે સાંજે રોડ-શો યોજવો પડ્યો હતો. અમદાવાદના રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાણક્યપુરી, ચેનપુર, અચેર, કાળી ગામથી લઈને છેક સાબરમતી સુધી ધમાકેદાર રોડ શો યોજાયો હતો જેમાં અડવાણી ખુલ્લી જીપમાં દીકરી પ્રતિભા અડવાણી સાથે હતા. BJPના સંખ્યાબંધ કાર્યકરો બાઇક સાથે રોડ-શોમાં જોડાયા હતા. ૮૭ વર્ષની ઉંમરે પહોંચેલા લાલ કૃષ્ણ અડવાણીનાં દીકરી પ્રતિભા અડવાણીએ આ વખતે લોકસભાની ચૂંટણીમાં પિતાજીના પ્રચારની કમાન હાથમાં લીધી હોય એમ ચૂંટણીપ્રચારમાં લાગી ગયાં છે અને પિતાજી માટે વોટર્સ પાસેથી વોટની અપીલ કરી રહ્યાં છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK