નેતાઓમાં પણ હવે મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ કરવાનો ક્રેઝ

સરકાર અને માર્કેટ રેગ્યુલેટરો સામાન્ય લોકોને મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ કરવાની સલાહ આપે છે પણ લોકસભાની ચૂંટણી લડી રહેલા અનેક રાજકીય નેતાઓએ તેમના લાખો રૂપિયાનું રોકાણ મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં કર્યું છે.


કૉન્ગ્રેસના નેતાઓમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને શશી થરૂર, BJPના નેતાઓમાં અરુણ જેટલી, હેમા માલિની અને વરુણ ગાંધી, ખ્ખ્ભ્ના નેતાઓમાં ઇન્ફોસિસના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ વી. બાલકૃષ્ણન, શાઝિયા ઇલ્મી અને મીરા સાન્યાલે પણ લાખો રૂપિયા મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોક્યા છે. આ પૈકી કેટલાકે તો કરોડો રૂપિયાની રકમ એમાં રોકી છે.

જોકે આવું રોકાણ નહીં કરનારા નેતાઓમાં નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અરવિંદ કેજરીવાલ, મુલાયમ સિંહ યાદવ અને ઉમા ભારતી વગેરેનો સમાવેશ છે.

હાલમાં દેશમાં ૪૫ ફન્ડ હાઉસિસ વિવિધ રોકાણકારો પાસેથી મેળવેલા આશરે ૯ લાખ કરોડ રૂપિયાના ફન્ડને મૅનેજ કરે છે. જોકે મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ માત્ર મોટાં શહેરોમાંથી જ થાય છે અને નાનાં શહેરોમાં એનું અસ્તિત્વ ઓછું છે.

ઉમેદવારી ફૉર્મ સાથે આપવામાં આવેલા ઍફિડેવિટ અનુસાર રાહુલ ગાંધીએ ૮૧ લાખ રૂપિયા અને સોનિયા ગાંધીએ ૮૨ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. જોકે ૨૦૦૯માં તેમણે આવું રોકાણ કર્યું નહોતું. રાષ્ટ્રીય લોકદળના ઉમેદવાર અમર સિંહ પાસે ૧૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેમણે મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં ૬.૨૭ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અરુણ જેટલીએ પણ બે કરોડ રૂપિયા મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોક્યા છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK