મનમોહન સિંહ ૧૬ મેના દિવસે વિદાય ભાષણ આપશે

કેન્દ્રની UPA સરકારના વડા તરીકે ૧૦ વર્ષ પૂરાં કર્યા બાદ વડા પ્રધાન મનમોહન સિંહ પદ છોડવાના એક દિવસ પહેલાં એટલે કે ૧૬ મેએ વિદાય ભાષણ આપશે. તેઓ વડા પ્રધાનપદેથી પણ સોળ મેએ જ રાજીનામું આપશે.

વડા પ્રધાનના કાર્યાલયનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘મનમોહનનું છેલ્લું ભાષણ રાષ્ટ્રને સંબોધન પ્રકારનું હશે અને એની તૈયારી શરૂ થઈ ગઈ છે.’

વડા પ્રધાને તેમનો એક દાયકાનો કાર્યકાળ પૂરો થયો ત્યારે ત્રીજી જાન્યુઆરીએ તેમની ત્રીજી પત્રકાર પરિષદને સંબોધી હતી. રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત તેમણે એ વખતે કરી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK