શરદ પવાર શિવસેના સાથે જોડાણ કરવા માગતા હતા

હવે મનોહર જોશીનો ધડાકો




શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીના જણાવ્યા પ્રમાણે ફ્ઘ્ભ્ના અધ્યક્ષ શરદ પવારે ગઈ વિધાનસભા ચૂંટણીમાં શિવસેના સાથે જોડાણ કરવાની તૈયારી દેખાડી હતી. આ જોડાણનો પ્રસ્તાવ કોના તરફથી મોકલવામાં આવ્યો હતો એ તેમને યાદ નથી, પરંતુ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમને શરદ પવાર સાથે ચર્ચા કરવા માટે કહ્યું હતું. શરદ પવાર સાથે ચર્ચા પણ થઈ હતી, પરંતુ ત્યાર બાદ શરદ પવારે વિચાર બદલ્યો હતો જેનું કારણ મનોહર જોશીને ખબર નથી.

જોકે ફ્ઘ્ભ્ના પ્રવક્તા નવાબ મલિકે આ દાવાને ફગાવી દેતાં કહ્યું હતું કે ‘મનોહર જોશીનું શિવસેનામાં કોઈ મહત્વ રહ્યું નથી. તેમને રાજ્યસભા તથા લોકસભાની ઉમેદવારી પણ આપવામાં આવી નથી. એથી પક્ષમાં પોતાની પ્રતિષ્ઠા પાછી મેળવવા માટે તેઓ આવાં વક્તવ્યો આપે છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK