ભાઈ પ્રહ્લાદ મોદીની દરિયાદિલી : નરેન્દ્ર પર હવે પરિવારનો નહીં, ભારતનો અધિકાર

નરેન્દ્ર મોદીના બ્રધર પ્રહ્લાદભાઈએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘સામાન્ય કુટુંબમાં જન્મેલા અમારા મોટા ભાઈ દેશના વડા પ્રધાન બનશે એની અમારા પરિવારને ખાતરી છે. એનો અમને અનહદ આનંદ છે અને એ રાજીપો અમે શબ્દોમાં વર્ણવી શકીએ એમ નથી.’


સગપણ સાંભર્યું : અમદાવાદથી ૧૩૦ કિલોમીટર દૂર આવેલા ઊંઝામાં મોદી જનરલ સ્ટોર નામની દુકાન ચલાવતાં ગુજરાતના મુખ્ય પ્રધાનના ભાઈ અશોક મોદીનાં પત્ની જસીબહેન માટે ગઈ કાલનો દિવસ પણ પરચૂરણ ચીજોના રાબેતા મુજબના વેચાણનો હતો.


એક સમાચાર સંસ્થા સાથે વાત કરતાં પ્રહ્લાદભાઈએ એમ પણ કહ્યું હતું કે ‘નરેન્દ્ર અમારા એકલાના હોવાનો દાવો અમારો પરિવાર નથી કરતો. તેમનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત છે. હવે મોદી પર આખા ભારતનો અધિકાર છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK