મોદીની લહેર નહીં માનનારા નાસમજ છે : ઓમર અબદુલ્લા

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન અને કેન્દ્રમાં રહેલી UPA સરકારને ટેકો આપનારી પાર્ટી નૅશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાએ પણ માન્યું છે કે દેશમાં નરેન્દ્ર મોદીની લહેર છે અને એને નહીં માનનારા નાસમજ લોકો છે.


જોકે તેમનું આ નિવેદન તેમના અગાઉના નિવેદન કરતાં વિપરીત છે, કારણ કે તેઓ અગાઉ એમ કહેતા હતા કે દેશમાં મોદીની કોઈ લહેર નથી.

એક ટીવી-ચૅનલને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ‘મોદીનો પ્રભાવ લોકલસ્તરે દેખાઈ રહ્યો છે અને આ લહેર જમ્મુ-કાશ્મીરમાં પણ દેખાય છે. જે લોકો એમ કહે છે કે દેશમાં મોદીની લહેર નથી તેઓ નાસમજ લોકોની દુનિયામાં વસે છે.’

ઓમર અબદુલ્લાનું આ નિવેદન કૉન્ગ્રેસ અને ખાસ કરીને કૉન્ગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીને અકળાવનારું છે, કારણ કે રાહુલ ગાંધી કહે છે કે દેશમાં મોદીની કોઈ હવા નથી. તેમના આ નિવેદનથી એવો પણ ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ તેઓ NDAને ટેકો આપી શકે છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK