BJP ને નરેન્દ્ર મોદીને જાકારો આપવા દેશવાસીઓને બુદ્ધિજીવીઓની અપીલ

BJPને તથા તેના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં જાકારો આપવાની અપીલ અનેક શિક્ષણશાસ્ત્રીઓ, કલાકારો તેમજ સાંસ્કૃતિક અને સાહિત્યજગતના બુદ્ધિજીવીઓએ દેશવાસીઓને ગઈ કાલે કરી હતી. આ બૌદ્ધિકોએ જણાવ્યું હતું કે BJP અને મોદી કોમી તિરસ્કાર ફેલાવવા માટે સત્તા હાંસલ કરવા ઇચ્છે છે.

પશ્ચિમ બંગાળના નાણાપ્રધાન તથા જાણીતા અર્થશાસ્ત્રી અશોક મિત્રા, ઇતિહાસકારો રોમિલા થાપર, ડી. એન. ઝા તથા ઇરફાન હબીબ, શિક્ષણશાસ્ત્રીઓ અમિય કુમાર બાગચી, હરબંસ મુખિજા, મુશિરૂલ હસન તથા પ્રભાત પટનાઈક, ફિલ્મ-કલાકારો ગિરીશ કર્નાડ, કુમાર સાહની તથા સઈદ મિર્ઝા, કલાકારો વિવિયન સુંદરમ, નીલિમા શેખ તથા અપર્ણા કૌર, રંગમંચના કળાકારો એમ. કે. રૈના તથા અનુરાધા કપૂર અને મીડિયાપર્સન અંતરા દેવસેનની સહીવાળા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ એક ધાર્મિક લઘુમતીને નિશાન બનાવવાના આમંત્રણનો અસ્વીકાર કરવાની વિનંતી અમે દેશવાસીઓને કરીએ છીએ.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK