પ્રિયંકા ગાંધી માટે રાજકારણમાં કોઈ જગ્યા નથી : શશી થરૂર

શશી થરૂરની આશ્ચર્યજનક કમેન્ટ



પ્રિયંકા ગાંધીને કૉન્ગ્રેસમાં મોટી જવાબદારી સોંપવામાં આવશે એવા અનુમાન વચ્ચે પક્ષના નેતા શશી થરૂરે ગઈ કાલે જણાવ્યું હતું કે સોનિયા અને રાહુલ ગાંધી પક્ષમાં ટોચ પર છે ત્યારે કૉન્ગ્રેસની નેતાગીરીમાં પ્રિયંકા માટે કોઈ જગ્યા ખાલી નથી.

કૉન્ગ્રેસના પ્રવક્તા તરીકે પણ સેવા આપતા થરૂરે પત્રકારોને જણાવ્યું હતું કે કૉન્ગ્રેસમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સક્રિય રીતે તેમની જવાબદારી નિભાવી રહ્યાં છે.

પ્રિયંકાની ભૂમિકા એ બે મતવિસ્તારો પૂરતી જ મર્યાદિત કેમ છે અને કૉન્ગ્રેસ શું તેમને મોટી ભૂમિકા આપવાની નથી એવું પૂછવામાં આવ્યું ત્યારે થરૂરે કહ્યું હતું કે હાલ તો કોઈ જગ્યા ખાલી નથી.

શશી થરૂરે એમ પણ જણાવ્યું હતું કે પ્રિયંકા અમેઠી અને રાયબરેલીમાં પ્રચાર કરી રહ્યાં છે એની અત્યંત હકારાત્મક અસર જોવા મળી રહી છે. 

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK