પવારના માઇન્ડમાં થર્ડફ્રન્ટ

NDAને સપોર્ટ આપવાનો NCPનો ઇનકારરવિકિરણ દેશમુખ અને ભારતી દુબે

રાજકારણમાં ઉચ્ચ સ્તરની મીટિંગો અને ચર્ચાઓ જાહેરમાં, પાર્ટી-ઑફિસોમાં કે પાર્ટીના નેતાઓના ઘરે થતી નથી; પણ સોમવારે કેમ્પ્સ કૉર્નરની એક હોટેલમાં NCPના કેટલાક નેતાઓએ બ્રેકફાસ્ટ-મીટિંગ કરી એને પગલે એવી અફવા ફેલાઈ છે કે NCPના નેતાઓ હવે BJPના વડપણ હેઠળના NDAની સાથે જવા માટે તૈયાર છે અને NCPની સ્પષ્ટતા પછી પણ આ અફવા શમવાનું નામ લેતી નથી. NCPએ સ્પષ્ટ કર્યું છે કે અમે થર્ડ ફ્રન્ટની સરકારની શક્યતાઓ પણ વિચારી રહ્યા છીએ અને કોઈ પણ ભોગે NDA સાથે જવાના નથી.

NDAની સાથે જવા માટે તૈયાર છે અને NCPની સ્પષ્ટતા પછી પણ આ અફવા શમવાનું નામ લેતી નથી. NCPએ સ્પષ્ટ કર્યું છે કે અમે થર્ડ ફ્રન્ટની સરકારની શક્યતાઓ પણ વિચારી રહ્યા છીએ અને કોઈ પણ ભોગે NDA સાથે જવાના નથી.

એક્ઝિટ પોલના આંકડા અનુસાર કેન્દ્રમાં BJPના વડપણ હેઠળની નરેન્દ્ર મોદીની NDAની સરકાર બની રહી છે, પણ UPAને એવું લાગે છે કે દેશમાં નરેન્દ્ર મોદીની લહેર નથી. BJPને ૨૫૦ કરતાં વધારે સીટો નહીં મળે અને એથી NCP હવે નરેન્દ્ર મોદીને સત્તાથી દૂર રાખવા માટે થર્ડ ફ્રન્ટની સરકારને પણ ટેકો આપવા માટે તૈયાર છે.

ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગ જેવાં મોટાં રાજ્યોમાં સ્થાનિક પાર્ટીઓને ૧૨૧ જેટલી સીટો મળશે. આવું થાય તો NCPના પ્રેસિડન્ટ શરદ પવાર થર્ડ ફ્રન્ટની સરકાર રચવા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે એમ છે.

સૂત્રોએ કહ્યું હતું કે ‘બ્રેકફાસ્ટ-મીટિંગમાં શરદ પવારે તેમના વિશ્વાસુ સાથીદારો સાથે આ બાબતે ચર્ચા કરી હતી. જોકે કેન્દ્રીય પ્રધાન પ્રફુલ પટેલ આ મીટિંગમાં હાજર રહ્યા નહોતા. તેઓ BJP તરફી હોવાનું મનાય છે.’

પ્રફુલ પટેલે એવું નિવેદન આપ્યું હતું કે NCP કેન્દ્રમાં સ્થિર સરકાર ઇચ્છે છે. જોકે એ વિશે બોલતાં NCPના જનરલ સેક્રેટરી ડી. પી. ત્રિપાઠીએ કહ્યું હતું કે BJPને ટેકો આપવાને બદલે અમે વિરોધ પક્ષમાં બેસવાનું વધારે પસંદ કરીશું.

હોટેલમાં મીટિંગ

શાલિમાર હોટેલમાં સોમવારે યોજાયેલી મીટિંગમાં શરદ પવાર અને આર. આર. પાટીલ સહિત NCPના ઘણા સિનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણીનાં પરિણામો વિશે ચર્ચા થવાનો એજન્ડા હતો. ઘણા મેમ્બરોએ BJP સાથે જવા માટે ઇચ્છા વ્યક્ત કરી હતી. આ સિવાય MNSના રાજ ઠાકરે અને શિવસેના અને એના નેતા સંજય રાઉત વિશે પણ ચર્ચા થઈ હતી. શિવસેના વિશે કોઈનો અભિપ્રાય સારો નહોતો. MNS વિશે પણ વિધાનસભાની ચૂંટણી વખતે સાવચેતભર્યું વલણ લેવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK