NDAને ટેકો આપવાના મુદ્દે નવીન અને જયલલિતાના વિકલ્પો ખુલ્લા

રાષ્ટ્રના હિતમાં કોઈ પણ પક્ષનો ટેકો આવકારવામાં આવશે એવી BJPની દલીલ વચ્ચે કેન્દ્રમાં NDAને સરકાર રચવામાં મદદ કરવા બાબતે BJD અને AIADMKએ ગઈ કાલે તેમના વિકલ્પો ખુલ્લા રાખ્યા હતા. દરમ્યાન NDA ભણી પોતે ઢળી રહ્યા હોવાના અનુમાનને NCPએ ફગાવી દીધું હતું.


BJDના વડા નવીન પટનાયક અને AIADMKનાં વડાં જયલલિતાએ જણાવ્યું હતું કે NDAને ટેકો આપવાના મુદ્દે તેમણે કોઈ નિર્ણય નથી લીધો અને તેઓ લોકસભાની ચૂંટણીનાં પરિણામ સુધી રાહ જોવાનું પસંદ કરશે.

પટનાઈકે કહ્યું હતું કે ‘અત્યારે આવી કોઈ જ વાત નથી ચાલતી. અમે ચર્ચા પણ નથી કરી અને એ બાબતે વિચાર પણ નથી કર્યો. પરિણામ આવે ત્યાં સુધી રાહ જુઓ.’

કેન્દ્રમાં NDAની સરકાર રચાય તો એને ટેકો આપવા વિશે BJD અને BJP વચ્ચે વાતચીત ચાલુ હોવાનું અનુમાન થઈ રહ્યું છે ત્યારે નવીન પટનાઈકની આ ટિપ્પણી આવી પડી છે. BJD ૨૦૦૪ની ચૂંટણી પહેલાં NDAનો એક હિસ્સો હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK