મોદીએ ત્રણ લાખ કિમીનો પ્રવાસ, 25 રાજ્યોમાં ૪૩૭ જાહેર સભાઓ, ૧૩૫૦ 3D રૅલીઓ કરી

નરેન્દ્ર મોદીએ દેશના ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વિશાળ કૅમ્પન ચલાવ્યાનો BJPનો દાવોદસમી મેના રોજ આ વેળાની લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શમી જશે ત્યાં સુધીમાં નરેન્દ્ર મોદી દેશના ચૂંટણીના ઇતિહાસમાં સૌથી મોટી કૅમ્પેન ચલાવ્યાનો વિક્રમ સર્જી ચૂક્યા હશે.

આ વખતની ચૂંટણીમાં મોદીએ ૨૫ રાજ્યોમાં ૪૩૭ જાહેર સભાઓ સંબોધવા માટે આશરે ત્રણ લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે. આ ઉપરાંત તેમણે ૧૩૫૦ 3D રૅલીઓ પણ સંબોધી છે.

હરિયાણાના રેવારીથી મોદીના આ વિશાળ ચૂંટણીપ્રચાર કાર્યક્રમનો પ્રારંભ ગત વર્ષની પંદરમી સપ્ટેમ્બરથી થયો હતો, જેનો અંત દસમી મેની સાંજે થશે. પહેલીથી દસમી મે વચ્ચે મોદીની વધુ ૬૦૦ 3D રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે.

BJP પાસેથી મળેલી માહિતી અનુસાર મોદીએ ‘ચાય પે ચર્ચા’ના ૪૦૦૦ કાર્યક્રમો યોજ્યા છે. તેમણે ૧૯૬ ‘ભારત વિજય દિવસ’ રૅલીઓને સંબોધન કર્યું છે અને વડોદરા તથા વારાણસીમાં ભવ્ય રોડ-શો યોજ્યા છે.

BJPના દાવા અનુસાર વ્યાપક જનસંબોધનના સંદર્ભમાં મોદીનો આ વેળાના ચૂંટણીપ્રચારનો જોટો ચૂંટણીના ઇતિહાસમાં ક્યાંય જડે એમ નથી.

વારાણસીના જંગમાં ટ્વિસ્ટ : અન્સારી કૉન્ગ્રેસને ટેકો આપશે

રાજકીય લડાઈએ બનારસમાં દુશ્મનોને દોસ્ત બનાવી દીધા છે. બાહુબલી મુખ્તાર અબ્બાસ અન્સારીએ વારાણસીમાં નરેન્દ્ર મોદીની સામે કૉન્ગ્રેસના ઉમેદવાર અજય રાયને ટેકો આપવાનો ફેંસલો કર્યો છે. રાયે દેખીતી રીતે આ જાહેરાતનું સ્વાગત કર્યું છે જ્યારે BJP અને AAPએ જણાવ્યું છે કે આ ઘટનાથી અમને કોઈ ફરક નથી પડતો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK