નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ચેતેશ્વર પુજારાએ કર્યું મતદાન

લોકસભાની ચૂંટણીનું આજે દેશના 9 રાજ્યોમાં સાતમા તબક્કાનું કુલ 89 સીટો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં ગુજરાતમાં આજે તમામ 26 સીટો પર સવારથી મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતાં. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેવી જ રીતે મોદીના હનુમાન કહેવાતા અમિત શાહ, તથા ફરૂખ અબ્દુલ્લા, ક્રિકેટ ચેતેશ્વર પુજારા સહિતાનોએ મતદાન કર્યું હતું.અમદાવાદ : તા, 30

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના ચૂંટણી અભિયાનને થોડો સમય થંભાવી દઈને અમદાવાદના રાણીપ ખાતે મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી ગયા હતાં. મતદાન માટે લાગેલી લાંબી લાઈન વચ્ચે મોદીએ સવારે પોણા નવ વાગ્યાની આસપાસ મતદાન કર્યું હતું. મત આપવા મતદાન મથકે પહોંચેલા મોદીને હાજર લોકોએ ઉમળકાભેર વધાવી લીધા હતાં.

ગુજરાતમાં આજે લોકસભાની તમામ એવી 26 સીટોની સાથે સાથે વિધનાસભાની 7  સીટો પર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. મતદાનને લઈને ગુજરાતમાં લોકો ભારે ઉત્સાહિત જણાઈ રહ્યાં હતાં. રાજ્યભરમાં ઠેર ઠેર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળતા હતાં. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ ખાતેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા મત આપ્યો હતો. તેવીજ રીતે નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા અને હાલ ઉત્તર પ્રદેશનાં પ્રભારીની જવાબદારી સંભાળી રહેલા અમિત શાહે પણ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. રન મસીન તરીકે ઓળખાતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ દુબઈ ખાતે રમાઈ રહેલી IPLમાંથી પોતાનો કિમતી સમય કાઢીને રાજકોટ આવ્યો હતો અને પોતાનો મત આપ્યો હતો.

ગુજરાત સહિત દેશભરમાં કુલ સાત રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ ચૂંટણી યોજાઈ રહી છે. લોકસભાની સાતમા તબક્કાની આ ચૂંટણી જમ્મૂ કાશ્મીરમાં પણ એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. તેમાં ફારૂખ અબ્દુલ્લાએ પણ મતદાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે 16મી મે ના રોજ 9 તબક્કામાં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે. જેમાં કોની સરકાર રચાશે તે સ્પષ્ટ થશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK