મોદીની સભામાં મંચ પર ભગવાન શ્રી રામના પેઇન્ટિંગથી વિવાદ

કૉન્ગ્રેસ તથા અન્ય પક્ષોના વિરોધ પછી ગણતરીના કલાકોમાં ચૂંટણીપંચે નરેન્દ્ર મોદીના ભાષણ અને સ્ટેજના બૅકડ્રૉપ વિશેનો અહેવાલ મગાવ્યોફૈઝાબાદમાં ગઈ કાલે યોજાયેલી નરેન્દ્ર મોદીની જાહેર સભાના મંચ પર રાખવામાં આવેલા ભગવાન રામના વિરાટ પોસ્ટરના મુદ્દે વિવાદ સર્જાયો છે. કૉન્ગ્રેસ સહિતના કેટલાક પક્ષોએ આ વિશે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી. નરેન્દ્ર મોદીએ આ સભામાં રામને અનેક વાર યાદ કર્યાના ગણતરીના કલાકોમાં કેન્દ્રીય ચૂંટણીપંચે મોદીના ભાષણ તથા સ્ટેજના બૅકડ્રૉપ વિશે જિલ્લા વહીવટીતંત્ર પાસે રિપોર્ટ મગાવ્યો હોવાનું ઉત્તર પ્રદેશના ચીફ ચૂંટણી-અધિકારી ઉમેશ સિંહાએ જણાવ્યું હતું.

મોદીએ ફૈઝાબાદમાં BJPના ઉમેદવાર લાલુ સિંહના ટેકામાં એક રૅલીને સંબોધી હતી એના મંચના બૅકડ્રૉપમાં ભગવાન રામ અને અયોધ્યા ખાતે આકાર લેનારા રામ મંદિરનું ચિત્ર હતું. અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળે રામ મંદિરના નિર્માણના BJPના એજન્ડાનો મોદીએ તેમના પ્રવચનમાં કોઈ ઉલ્લેખ નહોતો કર્યો; પરંતુ કૉન્ગ્રેસ, SP અને BSPને હરાવવા તથા BJPને જિતાડવા માટે મતદારોને પ્રોત્સાહિત કરવા તેમણે ભાષણમાં રામનું નામ અનેક વાર લીધું હતું. ચૂંટણીપંચે લાલુસિંહને આ અંગે ૨૪ કલાકમાં જવાબ આપવાની નોટિસ પાઠવી છે.

મોદીએ કહ્યું હતું કે ‘ભગવાન રામની આ ભૂમિમાં વસતા લોકો ‘પ્રાણ જાએ પર વચન ના જાએ’ સૂત્રમાં વિશ્વાસ કરે છે. જેમણે આપેલાં વચનો તોડ્યાં છે તેને તમે માફ કરશો? તેમણે મા-બેટાની સરકારને બચાવી હતી અને કૉન્ગ્રેસે તેમને ઘ્ગ્ત્થી બચાવ્યા હતા.’

મોદીએ ઉમેર્યું હતું કે ‘ભગવાન રામની આ ભૂમિમાં હું તમને વચન આપું છું કે હું ભ્રષ્ટાચાર સામે આજીવન લડીશ. આ બોલવાની હિંમત મારામાં ક્યાંથી આવી? હું હંમેશાં ભ્રષ્ટાચાર સામે લડતો રહ્યો છું. હવે આપણને એકતાના રાજકારણની જરૂર છે. કોમી સંવાદિતાનું સર્જન કરે એવા સ્વસ્થ રાજકારણની જરૂર છે.’

પોતાના એક કલાકના ભાષણમાં મોદીએ એમ પણ કહ્યું હતું કે ‘હું ભગવાન રામની પવિત્ર ભૂમિને વંદન કરું છું. સુરાજ્યને મહાત્મા ગાંધી હંમેશાં રામરાજ્ય ગણાવતા હતા. એવું શાસન કે જેમાં કોઈને અન્યાય ન થાય અને ધોબીને પણ ન્યાય મળે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK