કન્ફર્મ બન્ને બેઠક પર જીતશે તો મોદી બરોડાની બેઠક કરશે ખાલી

બરોડા BJPનો ગઢ હોવાથી એ બેઠક ખાલી કર્યા પછી સરળતાથી ફરીથી જીતી શકાય એ વાત પર નરેન્દ્ર મોદીએ બરોડા બેઠક ખાલી કરવાનું નક્કી કર્યું છેBJP's PM candidate Narendra Modi has the Indian markets agog and it is now politics that is going to dictate direction. Pic/AFP


રશ્મિન શાહ

નરેન્દ્ર મોદીએ બરોડા અને વારાણસી એમ બે બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે જેમાં બરોડાની બેઠકનું મતદાન પૂરું થઈ ગયું છે જ્યારે વારાણસી બેઠક પર હવે થવાનું છે, પણ વારાણસી બેઠકના મતદાનની પહેલાં જ BJP કોર કમિટીએ નિર્ણય લઈ લીધો છે કે જો મોદી વારાણસી અને બરોડા બન્ને બેઠક પરથી જીતે તો તેમણે બરોડાની બેઠક ખાલી કરવી. નરેન્દ્ર મોદી પણ આ વાત સાથે સહમત થયા છે.

હકીકત એ છે કે બરોડા બેઠક વર્ષોથી BJPનો ગઢ રહ્યો છે અને ૧૯૯૮થી આ બેઠક પર BJPના કૅન્ડિડેટ સતત જીતી રહ્યા છે. બરોડાની બેઠક જાળવવાનું કામ સહેલું હોવાની સાથોસાથ વારાણસી બેઠક હિન્દુત્વની દૃષ્ટિએ પણ મહત્વની હોવાથી એ બેઠક પર નરેન્દ્ર મોદી પોતાનું સંસદસભ્યપદ ચાલુ રાખે એવું ખુદ RSS ઇચ્છે છે તો ઉત્તર પ્રદેશમાં BJP સ્ટ્રૉન્ગ થાય અને એ માટે નરેન્દ્ર મોદી વધુ ફોકસ એ વિસ્તારમાં કરે એવું BJP ઇચ્છે છે. આ તમામ તર્ક સાથે નરેન્દ્ર મોદી સહમત થયા છે અને એ સહમતી સાથે જ તેમણે ગુજરાતની બરોડા બેઠક ખાલી કરવાનું નક્કી કર્યું છે.

નરેન્દ્ર મોદી બેઠક ખાલી કરે એ પછી બરોડાની આ બેઠક પરથી અગાઉના સંસદસભ્ય બાલકૃષ્ણ શુક્લને લડાવવાનું પણ લગભગ નક્કી છે અને બાલકૃષ્ણ શુક્લને આ બાબતમાં જાણ પણ કરી દેવામાં આવી છે. છેલ્લા લોકસભાના ઇલેકશનમાં ૧,૩૬,૦૧૭ મતે બાલકૃષ્ણ શુક્લ જીત્યા હતા જે ગુજરાતની અત્યાર સુધીની હાઇએસ્ટ લીડ રહી છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK