એક એક વાયદો પૂરો કરીશ : મોદી

વડોદરા અને વારાણસી એમ બંને બેઠકો પરથી વિજય મેળવ્યા બાદ નરેન્દ મોદી આજે સીધા પોતાની માતાના આશિર્વાદ લેવા પહોંચ્યા હતાં. જ્યાં માતાના આશિર્વાદ લઈ દેશને કરેલો એક એક વાયદો પુરો કરવાની આશાવાદ વ્યક્ત કર્યો હતો.




અમદાવાદ : તા, 16 મે

નરેન્દ્ર મોદીની માતાએ પોતાના પુત્ર અને દેશના ભાવિ વડાપ્રધાનને આશિર્વાદ આપ્યા હતાં. પોતાની માતાના આશિર્વાદ લઈ બહાર આવેલા મોદીએ જાહેર જનતા સમક્ષ કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન કરવામાં આવેલો એક એક વાયદો પૂર્ણ કરીશ. ત્યાર બાદ નરેન્દ્ર મોદી સીધા વડોદરા જવા રવાના થયા હતા જ્યાંથી તેમણે વિજય મેળવ્યો છે. વડોદરામાં નરેન્દ્ર મોદી જનસભા સંબોધશે.

વારાણસી અને વડોદરા એમ બંને બેઠક પરથી વિજય મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર ટ્વિટ કર્યું હતું કે આ ભારતની જીત છે, અચ્છે દિન આને વાલે છે. પોતાના તથા પાર્ટીના શાનદાર દેખાવ બદલ દેશભરમાંથી નરેન્દ્ર મોદી પર અભિનંદનની વર્ષાનો પણ દોર શરૂ થયો હતો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK