મોદી પ્રૉમિસ આપે છે, જ્યારે કૉન્ગ્રેસ તો ચોર ટોળકી છે : સત્યપાલ સિંહ

પોલીસ-કમિશનરમાંથી પાકા રાજકારણી બનેલા ડૉ. સત્યપાલ સિંહ કેન્દ્રમાં મિનિસ્ટર બનવા આતુરમુંબઈના પોલીસ-કમિશનરપદેથી રાજીનામું આપીને BJP તરફથી ઉત્તર પ્રદેશની બાગપત સીટ પર હાલના સિવિલ એવિયેશન મિનિસ્ટર અજિત સિંહ વિરુદ્ધ લોકસભાની ચૂંટણી લડનારા ડૉ. સત્યપાલ સિંહ મુંબઈ આવ્યા છે. તેઓ મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય થવા આતુર હોવા ઉપરાંત કેન્દ્રમાં સરકાર આવશે તો યુનિયન મિનિસ્ટર બનવાની પણ ઇચ્છા ધરાવે છે. બાગપત ઉપરાંત ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના અન્ય વિસ્તારોમાં થકવી નાખનારા પાર્ટીના પ્રચારકાર્યમાંથી રાહત મળતાં મુંબઈ આવેલા સત્યપાલ સિંહે કહ્યું હતું કે આ તો હજી શરૂઆત છે. મારે તો રાજ્ય ઉપરાંત રાષ્ટ્રીય રાજકારણમાં પણ મોટી ભૂમિકા ભજવવાની છે.

ચૂંટણી લડવા માટે ૨૭ જાન્યુઆરીએ અચાનક રાજીનામું આપનારા સત્યપાલ સિંહે કહ્યું હતું કે ‘જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં પાર્ટી જૉઇન્ટ કરવાનું નક્કી કર્યું હતું. ૧૮ જાન્યુઆરીએ રાજીનામું આપવાની ઇચ્છા હતી, પરંતુ આખરે મન મક્કમ કરીને ૨૭ જાન્યુઆરીએ રાજીનામું ધરી દીધું હતું.’

 પોતે પૉલિટિક્સમાં કૂદી પડવાના છે એ વાતથી ચીફ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર પણ અજાણ હોવાનું કહીને સત્યપાલ સિંહે ગ્થ્ભ્માં જોડાયા એ વિશે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશવાસીઓને કેટલાંય પ્રૉમિસ આપે છે, ખ્ખ્ભ્એ ભરોસો ગુમાવ્યો છે અને કૉન્ગ્રેસ તો ચોર ટોળકી બની રહી છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK