મુંબઈમાં હાઇપ કરતાં ઓછું માત્ર 50 ટકા જ મતદાન

મુંબઈમાં છ ચૂંણી પછી મતદાનનો આંકડો ૫૦ ટકાની પાર ગયો, મુંબઈની છ સીટો પર ઍવરેજ ૫૩ ટકા મતદાન, થાણેની ચાર સીટો પર ઍવરેજ ૪૯ ટકા મતદાન : સવારે મતદાન-કેન્દ્રો પરનો ધસારો જોઈને થતું હતું કે મુંબઈમાં રેકૉર્ડ-બ્રેક વોટિંગ થશે, બપોરે મુંબઈગરાઓનો ઉત્સાહ ધીમો પડ્યો, છેલ્લે મતદાન સુધર્યું
મુંબઈની છ અને થાણે જિલ્લાની ચાર મળીને ૧૦ બેઠકો સાથે ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠવાડા અને કોંકણની એક સીટ સહિત મહારાષ્ટ્રની કુલ ૧૯ સીટો પર ગઈ કાલે ઍવરેજ ૫૬.૨૬ ટકા મતદાન થયું હતું; પણ મુંબઈ અને થાણેની સરખામણીમાં મહારાષ્ટ્રના ગ્રામીણ ભાગોમાં વધારે મતદાન થયું હતું.

મુંબઈમાં ઍવરેજ ૫૩ ટકા અને થાણેમાં ઍવરેજ ૪૯ ટકા મતદાન થયું હતું. મુંબઈની તમામ સીટો પર ૧૯૮૯ પછી પહેલી વાર મતદાનનો આંકડો ૫૦ ટકાને પાર કરી ગયો હતો અને એથી એ વર્ષની ચૂંણી પછી પહેલી વાર મુંબઈમાં રેકૉર્ડ-બ્રેક મતદાન થયું હતું. જોકે આ આંકડામાં હજી પણ ફેરફાર થઈ શકે છે, કારણ કે ચૂંણીપંચને ફાઇનલ ગણતરી કરવાની બાકી છે.

મુંબઈમાં ૨૦૦૯માં ઍવરેજ ૪૧.૪ ટકા મતદાન થયું હતું જે આ વખતે ૫૩ ટકા થતાં આશરે ૧૧.૬ ટકા વધારે મતદાન થયું હતું.

૨૦૦૯ની તુલનામાં સરખામણી

સાઉથ મુંબઈ : ૨૦૦૯માં ૪૩.૩ ટકા સામે આ વખતે ૫૪ ટકા મતદાન.

સાઉથ-સેન્ટ્રલ મુંબઈ : ૨૦૦૯માં ૪૧.૯ ટકા સામે આ વખતે પંચાવન ટકા મતદાન.

નૉર્થ-સેન્ટ્રલ મુંબઈ : ૨૦૦૯માં ૪૧.૮ ટકા સામે આ વખતે પંચાવન ટકા મતદાન.

નૉર્થ-ઈસ્ટ મુંબઈ : ૨૦૦૯માં ૪૨.૩ ટકા સામે આ વખતે ૫૩ ટકા મતદાન.

નૉર્થ-વેસ્ટ મુંબઈ : ૨૦૦૯માં ૪૯.૨ ટકા સામે આ વખતે ૫૦ ટકા મતદાન.

નૉર્થ મુંબઈ : ૨૦૦૯માં ૪૬.૫ ટકા સામે આ વખતે બાવન ટકા મતદાન.


થાણેમાં ૬.૫ ટકા વધારે મતદાન

થાણેની ચાર સીટો પર ઍવરેજ ૪૯ ટકા મતદાન થયું હતું જે ૨૦૦૯ના ૪૨.૫ ટકા મતદાન કરતાં ૬.૫ ટકા વધારે હતું. પાલઘરમાં સૌથી વધારે ૬૦ ટકા જ્યારે કલ્યાણમાં સૌથી ઓછું ૪૨ ટકા મતદાન નોંધાયું હતું. કલ્યાણમાં તો રાજ્યનું સૌથી ઓછું મતદાન થયું હતું. ઘણા મતદારોનાં નામ નીકળી જવાથી આમ થયું હોવાની લોકોની ફરિયાદ હતી.

સવારે વધારે ઉત્સાહ

મતદાન-કેન્દ્રોના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગઈ કાલે સવારે મતદાન શરૂ થયું ત્યારે ફસ્ર્ટ-ટાઇમ વોટર્સ મોટી સંખ્યામાં મતદાન કરવા આવ્યા હતા. ૧૧ વાગ્યા સુધીમાં ઘણાં મતદાન-કેન્દ્રો પર ૧૭થી ૨૦ ટકા મતદાન નોંધાતાં ચૂંણી-અધિકારીઓને લાગતું હતું કે આ વખતે મુંબઈમાં રેકૉર્ડબ્રેક મતદાન થશે. બપોરે એક વાગ્યા સુધીમાં ૨૮ ટકા અને ત્રણ વાગ્યા સુધીમાં ૩૫ ટકા મતદાન નોંધાયું હતું. જોકે છેલ્લા બે કલાકમાં ફરી મતદારોનો ધસારો થતાં આંકડો ૫૦ ટકાને પાર કરી ગયો હતો.

ગ્રામીણ ભાગમાં વધારે મતદાન

મુંબઈની સરખામણીમાં મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં વધારે મતદાન થયું હતું. દિંડોરી મતદારસંઘમાં સૌથી વધુ ૬૪ ટકા મતદાન થયું હતું.

મુંબઈ અને પાડોશની ૧૦ સીટોના ત્રણ દાયકાના આંકડા


મતદારસંઘ

૨૦૧૪

૨૦૦૯

૨૦૦૪

૧૯૯૯

૧૯૯૮

૧૯૯૬

૧૯૯૧

૧૯૮૯

૧૯૮૪

સાઉથ મુંબઈ

૫૪.૦૦

૪૩.૩

૪૪.૨

૪૨.૧

૪૮.૪

૪૪.૨

૩૮.૭

૫૪.૩

૫૧.૭

સાઉથ-સેન્ટ્રલ

૫૫.૦૦

૪૧.૯

૪૯.૪

૪૫.૪

૫૦.૨

૪૬.૩

૪૨.૫

૫૬.૮

૬૦.૪

નૉર્થ-સેન્ટ્રલ

૫૫.૦૦

૪૧.૮

૪૬

૪૬

૫૦.૬

૪૫.૮

૪૦.૭

૫૭.૩

૫૬.૨

નૉર્થ-ઈસ્ટ

૫૩.૦૦

૪૨.૩

૪૬.૯

૪૬.૭

૫૩.૫

૪૮

૪૩.૮

૬૦.૬

૬૦.૪

નૉર્થ-વેસ્ટ

૫૦.૦૦

૪૯.૨

૪૯.૩

૪૬

૫૧.૭

૪૭.૧

૪૨.૬

૫૬.૯

૫૮.૯

નૉર્થ મુંબઈ

૫૨.૦૦

૪૬.૫

૪૭.૧

૪૨.૯

૪૭.૩

૪૦.૪

૪૦.૪

૫૮.૧

૫૦.૬

થાણે

૫૨.૦૦

૪૪.૧

૪૦.૫

૩૩.૭

૩૩

૩૨.૩

૩૭.૨

૫૭.૩

૫૮.૬

કલ્યાણ

૪૨.૦૦

૪૧.૨

૩૫.૮

 

 

 

 

 

 

ભિવંડી

૪૩.૦૦

૩૮.૫

૩૬.૩

 

 

 

 

 

 

પાલઘર

૬૦.૦૦

૪૬.૫

૪૭.૫

 

 

 

 

 

 

 (નોંધ : કલ્યાણ, ભિવંડી અને પાલઘર લોકસભા સીટ ૨૦૦૪થી અસ્તિત્વમાં આવી હતી. એ પહેલાં માત્ર થાણે જિલ્લાની એક જ સીટ હતી.)This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK