કલ મુંબઈ કી બારી : મુંબઈની ૬ સીટો પર કેવો જામ્યો છે જંગ?

મહારાષ્ટ્રના ત્રીજા તબક્કાના મતદાનમાં આવતી કાલે જે છેલ્લી ૧૯ સીટો પર વોટિંગ થવાનું છે એમાં મુંબઈની ૬ અને પાડોશની ૪ સીટોનો પણ સમાવેશ થાય છે : જુઓ કેવો જંગ જામ્યો છે આ સીટો પર
સાઉથ મુંબઈ


વિધાનસભા મતદારસંઘો : કોલાબા, મુંબાદેવી, મલબાર હિલ, ભાયખલા, શિવડી અને વરલી

કુલ મતદાર : ૧૪,૮૨,૮૭૩, પુરુષ: ૮,૨૮,૩૬૦, મહિલા : ૬,૫૪,૪૯૮, અન્ય : ૧૫, કુલ મતદાન કેન્દ્રો: ૧૫૪૬

૨૦૦૯નું પરિણામ : કૉન્ગ્રેસના મિલિંદ દેવરાએ MNSના બાળા નાંદગાંવકરને ૧,૧૨,૬૮૨ મતથી પરાજય આપ્યો હતો.

૨૦૦૯માં મતદાનની ટકાવારી: ૪૦.૩૭

૨૦૧૪ના મુખ્ય પ્રતિસ્પર્ધી

૧. મિલિંદ દેવરા : કૉન્ગ્રેસ

૨. અરવિંદ સાવંત : શિવસેના

૩. બાળા નાંદગાંવકર : MNS

૪. મીરા સાન્યાલ : AAP

કુલ ઉમેદવાર : ૨૦

અન્ય ઉમેદવારો : અબ્દુસ સલામ ખાન કાસમી (BSP), પ્રકાશ રેડ્ડી (CPI), બેગ મિરઝા કલીમ (ધ લોક પાર્ટી ઑફ ઇન્ડિયા), શહઝાદ શમશેર ખાન પઠાણ (અવામી વિકાસ પાર્ટી), શહબાજ રાઠોડ (જય મહા ભારત પાર્ટી), સચિન પવાર (બહુજન મુક્તિ પાર્ટી) અને અપક્ષ ઉમેદવારો રાજેન્દ્ર દેસાઈ, અબ્દુલ લતીફ અબ્દુલ કાદર શેખ, ડૉ. એમરાજ રાઠોડ, જિતેન્દ્ર કટારિયા, ગૌરવ શર્મા, ઝાહેદા મોહમ્મદ હનીફ શેખ, એસ. ફર્નાન્ડિઝ, બાસિત ફઈથ, રતન બોડકે અને શંકર સોનાવણે

વિશેષતા : આ મતદાર સંઘમાં ૨૦૦૯ના ત્રણ ઉમેદવારો પાછા ટકરાઈ રહ્યા છે. ગઈ વખતે શિવસેનાને MNS ફૅક્ટર નડ્યું હતું અને આ વખતે પણ MNSનો ઉમેદવાર છે. ગયા વખતે અપક્ષ ઊભાં રહેલાં મીરા સાન્યાલને માત્ર ૧૦,૧૫૭ મત મળ્યા હતા, પણ આ વખતે તેઓે ની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

સાઉથ-સેન્ટ્રલ મુંબઈ


વિધાનસભા મતદારસંઘો : માહિમ, વડાલા, સાયન કોલીવાડા, ધારાવી, ચેમ્બુર અને અણુશક્તિ નગર

કુલ મતદાર : ૧૪,૪૭,૦૨૪, પુરુષ: ૭,૯૩,૪૦૦, મહિલા : ૬,૫૩,૫૬૫, અન્ય : ૫૯, કુલ મતદાન કેન્દ્રો: ૧૫૬૩.

૨૦૦૯નું પરિણામ : કૉન્ગ્રેસના એકનાથ ગાયકવાડે શિવસેનાના સુરેશ ગંભીરને ૭૫,૬૪૧ મતે પરાજય આપ્યો હતો.

૨૦૦૯માં મતદાનની ટકાવારી: ૩૯.૫

૨૦૧૪ના મુખ્ય પ્રતિસ્પર્ધી

૧. એકનાથ ગાયકવાડ : કૉન્ગ્રેસ

૨. રાહુલ શેવાળે : શિવસેના

૩. આદિત્ય શિરોડકર : MNS

૪. સુંદર બાલકૃષ્ણન : AAP

કુલ ઉમેદવાર : ૨૧

અન્ય ઉમેદવારો : ઍડ્વોકેટ અય્યર ગણેશ (BSP), અબ્બાસ હુસેન શેખ (SP), અસલમ હનીફ ખોત (પીસ પાર્ટી), સંઘપાલ હીરાચંદ (આંબેડકરાઇટ પાર્ટી ઑફ ઇન્ડિયા), હુસેન અકબર (બહુજન મુક્તિ પાર્ટી) અને અપક્ષ ઉમેદવારો ક્લિફર્ડ માર્ટિસ, સિરાજ ખાન, ગણેશ ભીમરાવ, દિલીપ ગાયકવાડ, સેલ્વાકુમાર નાડર, નામદેવ સાબળે, નૂર મોહમ્મદ ખાન, જિતેન્દ્ર પાલ, મહેન્દ્ર ભિંગારદિવે, મોઇન સોહેલ, વૈશાલી ર્બોડે‍ અને સર્જેરાવ શિંદે

વિશેષતા : કૉન્ગ્રેસના એકનાથ ગાયકવાડ આ વખતે હૅટ-ટ્રિક કરવા ધારે છે અને ગયા વખતની જેમ શિવસેનાના મતનું વિભાજન થશે તો તેમને આસાનીથી વિજય મળશે, કારણ કે ૨૦૦૯માં MNSની શ્વેતા પરુળકરે ૧,૦૮,૭૨૭ મત મેળવ્યા હતા જે એકનાથ ગાયકવાડની જીતના માર્જિન કરતાં પણ વધારે હતા.

નૉર્થ-સેન્ટ્રલ મુંબઈ


વિધાનસભા મતદાર સંઘો : વિલે પાર્લે, ચાંદિવલી, કુર્લા, બાંદરા (ઈસ્ટ) બાંદરા (વેસ્ટ) અને કાલિના

કુલ મતદાર : ૨૨,૯૧,૦૮૯, પુરુષ: ૧૨,૬૮,૭૪૨, મહિલા: ૧૦,૨૨,૩૩૩, અન્ય : ૪, મતદાનકેન્દ્રો : ૧૭૧૮

૨૦૦૯નું પરિણામ : કૉન્ગ્રેસનાં પ્રિયા દત્તે BJPના મહેશ જેઠમાલાનીને ૧,૭૪,૫૫૫ મતે પરાજય આપ્યો હતો.

૨૦૦૯માં મતદાનની ટકાવારી : ૩૯.૫૨

૨૦૧૪ના મુખ્ય પ્રતિસ્પર્ધી

૧. પ્રિયા દત્ત : કૉન્ગ્રેસ

૨. પૂનમ મહાજન : BJP

૩. ફિરોઝ પાલખીવાલા : AAP

૪. ફરહાન આઝમી : SP

કુલ ઉમેદવાર : ૨૧

અન્ય ઉમેદવારો : હેમંત બિરજે (ઑલ ઇન્ડિયા ફૉર્વર્ડ બ્લૉક), આનંદ શિંદે (BSP), અઝીમુદ્દીન ખાન (ધ લોક પાર્ટી ઑફ ઇન્ડિયા), અશોક લોખંડે (રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા), મેહર મલિક (બહુજન મુક્તિ પાર્ટી), ઉમેશ આવહાડ (મહારાષ્ટ્ર પરિવર્તન સેના), નિયાઝ શેખ (અવામી વિકાસ પાર્ટી), મોહમ્મદ શેખ (નૅશનલ લોકતાંત્રિક પાર્ટી) અને અપક્ષ ઉમેદવારો ઉપેશ બારિયા, સુરેશ ડાભી, કનૈયાલાલ ગુપ્તા, સૂર્યકાંત ચવાણ, દિનેશ રાઠોડ, ફ્રાન્સિસ ફર્નાન્ડિસ, મીનાક્ષી જાધવ, શીતલ જૈન અને સંજુ વર્મા.

વિશેષતા : ૨૦૦૯માં પ્રિયા દત્ત માટે આસાન જીતનું કારણ MNSની શિલ્પા સરપોતદાર હતી, જેણે શિવસેનાના પરંપરાગત ૧,૩૨,૫૫૫ મત મેળવ્યા હતા. આ વખતે MNS ફૅક્ટરનો અભાવ છે, વળી પૂનમ મહાજન સક્ષમ ઉમેદવાર છે અને SPએ ફરહાન આઝમી અને AAPએ ફિરોઝ પાલખીવાલાને ટિકિટ આપી છે જે કૉન્ગ્રેસના મતમાં ગાબડું પાડી શકે એમ છે.

નૉર્થ-વેસ્ટ મુંબઈ


વિધાનસભા મતદારસંઘો : જોગેશ્વરી (ઈસ્ટ), દિંડોશી, ગોરેગામ, વર્સોવા, અંધેરી (ઈસ્ટ) અને અંધેરી (વેસ્ટ)

કુલ મતદાર : ૧૬,૦૪,૯૯૨, પુરુષ: ૭,૧૯,૧૯૦, મહિલા : ૮,૮૫,૮૦૨, મતદાન કેન્દ્રો : ૧૬૮૬

૨૦૦૯નું પરિણામ : કૉન્ગ્રેસના ગુરુદાસ કામતે શિવસેનાના ગજાનન કીર્તિકરને ૩૮,૪૧૫ મતે પરાજય આપ્યો હતો.

૨૦૦૯માં મતદાનની ટકાવારી: ૪૪.૦૬

૨૦૧૪ના મુખ્ય પ્રતિસ્પર્ધી

૧. ગુરુદાસ કામત : કૉન્ગ્રેસ

૨. ગજાનન કીર્તિકર : શિવસેના

૩. મહેશ માંજરેકર : MNS

૪. મયંક ગાંધી : AAP

૫. રાખી સાવંત : રાષ્ટ્રીય આમ પાર્ટી

કુલ ઉમેદવાર : ૧૪

અન્ય ઉમેદવારો : પુષ્પા ભોલે (BSP), પ્રવીણ કૌરપુરિયા (હિન્દુસ્તાન સ્વરાજ કૉન્ગ્રેસ પાર્ટી), મોહન ગવાણકર (ધ લોક પાર્ટી ઑફ ઇન્ડિયા), મંગેશ હુમણે (બહુજન મુક્તિ પાર્ટી), વિજયાનંદ શિંદે (હિન્દુસ્તાન નર્મિલ દલ) અને અપક્ષો રીના ઝવેરી, નીતિન ખરે, પ્રતીક તોરસકર અને ગજાનન સોનકાંબળે.

વિશેષતા : આ વખતે આ સીટ પરનું પરિણામ રસાકસી ભરેલું રહેશે. અહીં શિવસેના અને MNSના મતોનું વિભાજન ગયા વખતે કૉન્ગ્રેસને ફાયદો કરાવી ગયું હતું અને MNSની શાલિની ઠાકરેને ૧,૨૩,૮૮૫ મત મળ્યા હતા જે જીતના માર્જિન કરતાં ત્રણ ગણા હતા. આ વખતે AAPના મયંક ગાંધી પણ મેદાનમાં છે અને આઇટમ-ગર્લ રાખી સાવંતે પણ ચંૂટણીના જંગમાં ઝુકાવીને મુકાબલાને રોચક બનાવ્યો છે.

નૉર્થ મુંબઈ


વિધાનસભા મતદારસંઘો : બોરીવલી, દહિસર, માગાથાણે, કાંદિવલી (ઈસ્ટ), ચારકોપ અને મલાડ (વેસ્ટ)

કુલ મતદાર : ૧૭,૮૨,૮૫૫, પુરુષ: ૯,૭૨,૧૬૨, મહિલા : ૮,૧૦,૬૮૯, અન્ય : ૪, મતદાન કેન્દ્રો : ૧૬૫૭

૨૦૦૯નું પરિણામ : કૉન્ગ્રેસના સંજય નિરુપમે BJPના રામ નાઈકને ૫૭૭૯ મતે પરાજય આપ્યો હતો.

૨૦૦૯માં મતદાનની ટકાવારી: ૪૨.૬

૨૦૧૪ના મુખ્ય પ્રતિસ્પર્ધી

૧. સંજય નિરુપમ : કૉન્ગ્રેસ

૨. ગોપાલ શેટ્ટી : BJP

૩. સતીશ જૈન : AAP

કુલ ઉમેદવાર : ૨૧

અન્ય ઉમેદવારો : દિનેશ શાહ (સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી), અશોક સિંહ (BSP), કમલેશ યાદવ (SP), દિવાકર ગોન્દાણે (ભારિપ બહુજન મહાસંઘ), અજુર્ન આર્ડે (આંબેડકરાઇટ પાર્ટી ઑફ ઇન્ડિયા), નીતિન રવીન્દ્ર (બહુજન મુક્તિ પાર્ટી), સુનીલ થોરાત (ઑલ ઇન્ડિયા ફૉર્વર્ડ બ્લૉક), જી. પ્રભાકર (પીપલ્સ પાર્ટી ઑફ ઇન્ડિયા-સેક્યુલર), મોહમ્મદ અખ્તર (પ્રભુપાદ રિપબ્લિકન પાર્ટી), સખારામ પાંડુરંગ (મહારાષ્ટ્ર પરિવર્તન સેના) અને અપક્ષ ઉમેદવારો હાજી અખ્તર, અજુર્ન ચૌધરી, કપિલ સોની, પ્રશાંત ખરટમલ, મિલિંદ રેપે, ફતેહ શેખ, સત્યવિજય ચવાણ અને સુબોધ રંજન

વિશેષતા : ૧૯૮૯થી સતત પાંચ વાર જીત મેળવનારા BJPના રામ નાઈકને ૨૦૦૪માં ફિલ્મસ્ટાર ગોવિંદાએ હરાવ્યા હતા, પણ ૨૦૦૯માં MNSના શિરીષ પારકર ઊભા હોવાથી તેમણે શિવસેનાના ૧,૪૭,૫૦૨ મત કાપતાં રામ નાઈકનો માત્ર ૫૭૭૯ મતે પરાભવ થયો હતો. આ વખતે MNSનો ઉમેદવાર નથી એથી BJPનું પલડું ભારે દેખાય છે.

નૉર્થ-ઈસ્ટ મુંબઈ


વિધાનસભા મતદારસંઘો : મુલુંડ, વિક્રોલી, ભાંડુપ (વેસ્ટ), ઘાટકોપર (ઈસ્ટ), ઘાટકોપર (વેસ્ટ) અને માનખુર્દ-શિવાજીનગર

કુલ મતદાર : ૧૫,૭૨,૯૫૯, પુરુષ: ૮,૭૨,૬૫૧, મહિલા : ૭,૦૦,૨૩૯, અન્ય : ૬૯, મતદાન કેન્દ્રો : ૧૬૪૦

૨૦૦૯નું પરિણામ : NCPના સંજય પાટીલે BJPના કિરીટ સોમૈયાને માત્ર ૨૯૩૩ મતે હરાવ્યા હતા.

૨૦૦૯માં મતદાનની ટકાવારી : ૪૨.૪૬

૨૦૧૪ના મુખ્ય પ્રતિસ્પર્ધી

૧. સંજય પાટીલ : NCP

૨. કિરીટ સોમૈયા : BJP

૩. મેધા પાટકર : AAP

કુલ ઉમેદવાર : ૧૯

અન્ય ઉમેદવારો : મચ્છિન્દ્ર ચાટે (BSP), અવિનાશ ડોળસ (ભારિપ બહુજન મહાસંઘ), તુકારામ માને (બહુજન મુક્તિ પાર્ટી), પ્રકાશ સદાશિવ (મહારાષ્ટ્ર પરિવર્તન સેના), પ્રશાંત ગંગાવણે (પ્રભુપાદ રિપબ્લિકન પાર્ટી), સૈયદ ગુલામ હુસેન ( રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા), હયાત શેખ (ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ) અને અપક્ષ ઉમેદવારો અમરસેન બાબર, આનંદા ભાલેરાવ, શમીમ ખાન, તપસૌંદર્ય મોહન, દીપક શિંદે, ફિરોઝ સિદ્દીકી, દિલીપ બનસોડે, સાબિર હસન અને સંજય દેશપાંડે

વિશેષતા : ૨૦૦૯ની હારનો બદલો લેવા માટે અને દેશમાં નરેન્દ્ર મોદીની લહેરને કારણે BJPના કિરીટ સોમૈયાને આ વખતે જીતની ખાતરી છે, કારણ કે ગયા વખતે તેમને હરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા MNSએ એનો ઉમેદવાર ઊભો નથી રાખ્યો. ગયા વખતે MNSના શિશિર શિંદેને ૧,૯૫,૧૪૮ મત મળ્યા હતા. આ વખતે બે પરંપરાગત પ્રતિસ્પર્ધીઓ સામસામે છે અને AAPનાં ઉમેદવાર મેધા પાટકર છે જે કદાચ કૉન્ગ્રસના મત વધારે કાપે એમ લાગે છે. આ સીટ પર એક વાર જીતેલો ઉમેદવાર ફરીથી સતત બીજી વાર જીત્યો નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK