મોદીએ જશોદાબહેનને રામદેવના આશ્રમમાં છુપાવ્યાં છે?

નરેન્દ્ર મોદીએ વડોદરામાંથી ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમનાં પત્ની જશોદાબહેનને બાબા રામદેવના હૃષીકેશ આશ્રમમાં પહોંચાડી દીધાં હોવાનો દાવો અંગ્રેજી સાપ્તાહિક ‘ધ વીક’ના એક અહેવાલમાં કરવામાં આવ્યો છે.



આ અહેવાલમાં વિશ્વ હિન્દુ પરિષદનાં સૂત્રોને ટાંકતાં જણાવવામાં આવ્યું છે કે ‘મોદીએ જશોદાબહેનનો સ્વીકાર પોતાનાં પત્ની તરીકે કર્યો એના થોડા સમય પછી ર્તીથયાત્રીઓ જેવાં કપડાં પહેરીને હિન્દુ કાર્યકર્તાઓ તથા પ્રોફેશનલ સુરક્ષા-કર્મચારીઓ ત્રણ મોટી મોટરો લઈને જશોદાબહનના ઘરે પહોંચ્યા હતા. તેમણે જશોદાબહેનને જણાવ્યું હતું કે ચાર ધામની યાત્રા કરવાની તમારી ઇચ્છા હવે પૂરી થઈ જશે.’

સૂત્રોના જણાવ્યા અનુસાર આ લોકો જશોદાબહેનને પહેલાં અમદાવાદ લાવ્યા હતા અને ત્યાંથી ચાર્ટર્ડ પ્લેનમાં તેમને ઔરંગાબાદ લઈ જવાયાં હતાં. ઔરંગાબાદથી તેમને હૃષીકેશ પહોંચાડવામાં આવ્યાં હતાં. તેર એપ્રિલે સફેદ સાડી પહેરેલી એક મહિલા આશ્રમમાં આવી હોવાનું આશ્રમના મજૂરોએ જણાવ્યાનો દાવો આ અહેવાલમાં કરવામાં આવ્યો છે.

દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીની નજીકનાં સૂત્રોને ટાંકતાં આ અહેવાલમાં એમ પણ જણાવાયું હતું કે જશોદાબહેન ટૉપ લેવલના સલામતી-રક્ષકો વચ્ચે સલામત છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK