મોદીએ બોલાવ્યો સપાટો : વડોદરા અને વારાણસી બંને બેઠકો પરથી વિજય

ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા અને ઉત્તર પ્રદેશની વારાણસી એમ બંને લોકસભા બેઠક વિજય મેળવ્યો છે.




મોદીએ કોંગ્રેસના ઉમેદવાર મુધુસુદન મિસ્ત્રીને 4 લાખથી પણ વધુ મતોથી હરાવીને ઝળહળતો વિજય મેળવ્યો હતો. તેવી જ રીતે ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી પણ AAPના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના અજય રાયને હરાવીને નરેન્દ્ર મોદીએ પોતાના વિરોધીઓનો સફાયો બોલાવી દીધો હતો.

નરેન્દ્ર મોદીની જીત સાથે જ વડોદરા તથા મોદીના વતન વડનગરમાં ઉત્સવ જેવો માહોલ છે. વડનગરમાં મીઠાઈ વહેચીને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને તેવી શુભેચ્છાઓ સાથે ઢોલનગારા અને ગુલાલની છોળો વચ્ચે લોકોએ જોરદાર ઉજવણી શરૂ કરી દીધી છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK