સૌરભ પટેલનો દાવો : વડોદરામાં મોદી 5 લાખથી વધુ મતોની લીડથી જીતશે

ગુજરાતના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે ગઈ કાલે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી લોકસભાની વડોદરા બેઠક પરથી પાંચ લાખથી વધુ મતોની સરસાઈથી વિજેતા બનશે.



વડોદરાના આકોટા મતવિસ્તારના વિધાનસભ્ય પટેલે કહ્યું હતું કે ‘મોટા ભાગના લોકોએ મોદીને મત આપ્યા હોવાની અમને ખાતરી છે. એથી મોદીનું વિક્ટરી માર્જિન પાંચ લાખથી વધુ મતનું હશે. વડા પ્રધાનપદનો ઉમેદવાર વડોદરાની બેઠક પરથી આવી જંગી સરસાઈથી વિજેતા બન્યો હોય એવું દેશના ઇતિહાસમાં આ વેળા પહેલી વખત બનશે.’

વડોદરામાં આ વખતે ૭૦.૫૭ ટકા મતદાન થયું હતું જે ૧૯૫૧ પછીનો સૌથી વધુ મતદાનનો રેકૉર્ડ છે. ૨૦૦૯ની ચૂંટણીમાં BJPના બાલકૃષ્ણ શુક્લએ કૉન્ગ્રેસના સત્યજિતસિંહ ગાયકવાડને ૧.૩૬ લાખથી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા. એ વખતે કુલ ૪૯.૨ ટકા મતદાન થયું હતું.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK