નરેન્દ્ર મોદીના કૉન્ગ્રેસ સામેના ભ્રષ્ટાચારના આરોપ ખોટા : સોનિયા ગાંધી

ઉનકા દિલ સર્ફિ કુર્સી માંગ રહા હૈ :  સોનિયા, કુલુમાં કૉન્ગ્રેસનાં પ્રેસિડન્ટે આમ કહીને મોદીની આકરી ટીકા કરી



કૉન્ગ્રેસનાં પ્રેસિડન્ટ સોનિયા ગાંધીએ ગઈ કાલે નરેન્દ્ર મોદી સામે આરોપોની ઝડી વરસાવી હતી અને મત માગવા માટે શહીદોના નામનો ઉપયોગ કરવા બદલ તેમની આકરી ટીકા કરી હતી. હિમાચલ પ્રદેશના કુલુમાં ચૂંટણીસભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘ઉનકા દિલ સર્ફિ કુર્સી માંગ રહા હૈ.’

નરેન્દ્ર મોદીએ અગાઉ હિમાચલ પ્રદેશમાં કારગિલના યુદ્ધમાં શહીદ થયેલા વિક્રમ બત્રાનો ઉલ્લેખ કર્યો હતો અને વિક્રમ બત્રાનું વાક્ય ‘યે દિલ માંગે મોર’ કહીને ૬૦ મહિના આપવાની માગણી કરી હતી. આ મુદ્દે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે તેઓ એ રીતે વર્તી રહ્યા છે જાણે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેઓ વડા પ્રધાન બની ગયા છે.

ભ્રષ્ટાચારના આરોપ ખોટા

આ રૅલી પછી સોનિયા ગાંધીએ ઉત્તરાખંડના રૂડકીમાં રૅલીને સંબોધતાં કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી કૉન્ગ્રેસ પર ભ્રષ્ટાચારના ખોટા આરોપ મૂકી રહ્યા છે. તેઓ પોતાના રાજ્ય ગુજરાતમાં શા માટે લોકાયુક્તની નિમણૂક નથી કરતા? બીજા પર આંગળી ચીંધતાં પહેલાં તેમણે પોતાની તરફ પણ જોવું જોઈએ. કૉન્ગ્રેસે તો દેશના લોકોને રાઇટ ટુ ઇન્ફર્મેશન હેઠળ અસરકારક કાયદો આપ્યો છે જે ભ્રષ્ટાચાર સામે લડવા સક્ષમ છે.’

અમેઠીમાં રાહુલ ગાંધીનો રોડ-શો

અમેઠીમાં કૉન્ગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીએ ગઈ કાલે બહેન પ્રિયંકા ગાંધી સાથે બે કિલોમીટર લાંબો ભવ્ય રોડ-શો કર્યો હતો. જોકે તેમણે આ રોડ-શો દરમ્યાન પત્રકારો સાથે વાતચીત નહોતી કરી.

રાહુલ ગાંધીએ લોકોને સંબોધતાં કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીનો ઇરાદો મને ઠીક લાગતો નથી. તેઓ ફૂડ સિક્યૉરિટી બિલ અને રોજગાર હમી યોજનાને બંધ કરાવવા માગે છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK