રાહુલ ગાંધીનાં ભાષણોથી 'કૉમેડી નાઇટ વિથ કપિલ' શો બંધ થશે : મોદી

ઝાંસીમાં BJPનાં ઉમેદવાર ઉમા ભારતી માટે યોજાયેલી ચૂંટણીની પ્રચારસભામાં નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કૉન્ગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીનાં ભાષણોની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે ‘ટીવી પર આવતા કપિલ શર્માના કૉમેડી શોને રાહુલ ગાંધી બંધ કરાવી દેશે.


મને લાગે છે કે ટીવીના લોકો રાહુલ ગાંધીનાં ભાષણો એકઠાં કરીને એનો શો બનાવીને બતાવે તો નેતાઓની ચૂંટણીનો થાક પણ ઊતરી જશે. લોકોનો મનોરંજન માટે બીજું કંઈ કરવાની જરૂર નહીં પડે.’

રાહુલ ગાંધીનાં ભાષણોનાં જુઠ્ઠાણાં વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે રાહુલ કહે છે કે ગુજરાતમાં લોકાયુક્ત નથી, પણ એ જ લોકાયુક્તે ગુજરાતના એક ભૂતપૂર્વ કૉન્ગ્રેસી ચીફ મિનિસ્ટરને ભ્રષ્ટાચારના કેસમાં દોષી માન્યા હતા અને તેમનો પુત્ર હાલમાં કેન્દ્રમાં પ્રધાન છે.

ભાઈ અને મમ્મીને બચાવવાની જવાબદારી પ્રિયંકા પર


એક ન્યુઝ-એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘દેશની દુર્દશા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જવાબદાર છે અને એથી તેમને બચાવવાની જવાબદારી પ્રિયંકા ગાંધી પર આવી પડી છે. મેં ક્યારેય એવો દાવો નથી કર્યો કે હું ભારતને સ્વર્ગ બનાવી દઈશ. પ્રિયંકા આ બાબતે ખોટું બોલી રહી છે. જો અમે સત્તામાં આવીશું તો પ્રિયંકાના પતિ રૉબર્ટ વાડ્રા સામે કોઈ પણ પ્રકારે બદલાની ભાવનાથી કામ નહીં કરીએ. કાયદો એનું કામ કરશે. મારી પ્રાથમિકતા દેશનું અર્થતંત્ર પાટે ચડાવવાની રહેશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK