તૃણમૂલ કૉન્ગ્રેસની નરેન્દ્ર મોદીને ધમકી

માફી માગો અથવા બદનક્ષીના દાવા માટે તૈયાર રહો
નરેન્દ્ર મોદીને ‘ગુજરાતના કસાઈ’ કહીને ઝાટકણી કાઢ્યાના એક દિવસ બાદ TMCએ ગઈ કાલે માગણી કરી હતી કે પશ્ચિમ બંગનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીનાં પેઇન્ટિંગ્સના વેચાણ સામે સવાલ ઉઠાવવા બદલ ગુજરાતના મુખ્ય પ્રધાને માફી માગવી જોઈએ અથવા તો બદનક્ષીના દાવાનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.

TMCના મહામંત્રી મુકુલ રૉયે પત્રકારોને કહ્યું હતું કે ‘કાં તો મોદીએ આક્ષેપો પુરવાર કરવા જોઈએ અથવા તો જાહેરમાં માફી માગવી જોઈએ. અન્યથા અમે તેમની સામે બદનક્ષીનો દાવો દાખલ કરીશું.’

બીજી તરફ નરેન્દ્ર મોદીએ સેરામપોરમાં જે ભાષણ કર્યું હતું એની CD અને ટ્રાન્સસ્ક્રિપ્ટ ચૂંટણીપંચે આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે કે કેમ એ નક્કી કરવા માટે મગાવી છે.

નરેન્દ્ર મોદીએ શ્રીરામપોર ખાતેની એક સભામાં રવિવારે કહ્યું હતું કે ‘મમતા બૅનરજીનાં પેઇન્ટિંગ્સ અગાઉ ચાર લાખ કે આઠ લાખ કે પંદર લાખ રૂપિયામાં વેચાતાં હતાં, પરંતુ હવે તેમનું એક પેઇન્ટિંગ ૧.૮૦ કરોડ રૂપિયામાં વેચાયું એનું કારણ શું? હું કળાને આદર આપું છું, પણ જેણે ૧.૮૦ કરોડ રૂપિયામાં એ પેઇન્ટિંગ ખરીદ્યું તે માણસ કોણ છે? મમતાની ટૅલન્ટ અચાનક કઈ રીતે પ્રકાશમાં આવી એ બંગાળના લોકો જાણવા માગે છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK