લોકસભાની ચૂંટણીના આઠમા તબક્કામાં બમ્પર વોટિંગ થયું

૮૧.૨૮ ટકા મતદાન સાથે પશ્ચિમ બંગ આ વખતે પણ મોખરે રહ્યું


શિસ્તની સુંદરતા : જમ્મુ-કાશ્મીરના લેહ મતવિસ્તારમાં ઇન્દુસ રિવર વૅલી નજીકના નાના ગામ શુશોત યોનગ્માની પ્રાઇમરી સ્કૂલમાં ગઈ કાલે વોટિંગ કરવા મતદારો શિસ્તબદ્ધ રીતે કતારમાં ગોઠવાયા હતા.


લોકસભાની ચૂંટણીના આઠમા તબક્કામાં સાત રાજ્યોની ૬૪ બેઠકો માટે ગઈ કાલે બમ્પર પ્રમાણમાં મતદાન થયું હતું. પશ્ચિમ બંગમાં કુલ ૪૨ પૈકીની ૬ બેઠકો પર ૮૧.૨૮ ટકા મતદાન થયું હતું, જ્યારે ઉત્તરાખંડની પાંચેપાંચ બેઠકો માટે કુલ પૈકીના ૬૨ ટકા મતદારોએ વોટિંગ કર્યું હતું.

નવા બનેલા સીમાંધ્ર રાજ્યની તમામ ૨૫ બેઠકો માટે ૭૬.૦૧ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે જમ્મુ-કાશ્મીરની કુલ ૬ પૈકીની બે બેઠકો માટે ૪૯.૯૮ ટકા મત પડ્યા હતા.

ઉત્તર પ્રદેશની કુલ ૮૦ પૈકીની ૧૫ બેઠકો પર ૫૫.૫૨ ટકા મતદાન થયું હોવાના અહેવાલ છે. બિહારમાં કુલ ૪૦ લોકસભા બેઠકો પૈકીની સાત માટે ૫૮ ટકા વોટર્સે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ગઈ કાલના મતદાનના આઠમા તબક્કામાં ૧૮.૪૭ કરોડ મતદારોએ ૧૭૩૭ ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યું હતું. ગઈ કાલના મતદાન સાથે લોકસભાની કુલ ૫૪૩ બેઠકો પૈકીની ૫૦૨ બેઠકો માટે મતદાન થઈ ચૂક્યું છે, બાકીની ૪૧ બેઠકો માટે બારમી મેના રોજ છેલ્લા તબક્કાનું મતદાન થશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK