ફાસ્ટ લાઈફ જીવતા મુંબઈગરાઓ વોટિંગમાં પડ્યા ધીમા : થયું 53% મતદાન

મુંબઈમાં 6 બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ હયું હતું. ત્યારે સાંજે 6 વાગ્યે મતદાનના અંત સમય સુધી માત્ર 53% વોટિંગ મુંબઈગરાઓએ કરીને મતદાન તરફ ઉદાસીનતા દર્શાવી હતી.


સ્નેહલતા ભટનાગર


મુંબઈ, 24 એપ્રિલ 2014


આજે જ્યારે સવારે 7 વાગ્યે વોટિંગ શરૂ થયું હતું ત્યારે અંધેરીમાં સૌપ્રથમ વોટર 82 વર્ષીય મહિલા સ્નેહલતા ભટનાગર હતી જેણે ગરમીમાં લાંબી લાઈનમાં ઊભું ન રહેવું પડે તેની માટે વહેલી સવારે મતદાન કરવાનું નક્કી કર્યું હતું.

અન્ય એક સિનિયર સિટીઝન સિડનમ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડો.કેશવ મુતાલિક (90)સ્નેહલતા ભટનાગર પછી 7.35 વાગ્યે કર્યું હતું.


ડો.કેશવ મુતાલિક


બંને સિનિયર સિટીઝને તેમનો વોટ આપીને ગર્વની લાગણી અનુભવી હતી અને યુવાઓને પણ વોટની અપીલ કરી હતી.

મુંબઈ નોર્થ સેન્ટ્રલ બાજુની પોલીસે જણાવ્યું હતું કે સવારના 6.30થી જ વોટ આપવા માટે લાંબી લાઈન લાગી ગઈ છે.


મુંબઈમાં 6 વાગ્યા સુધી મતદાન સ્થિતિ

Mumbai North - 52 %
Mumbai North-West-50%
Mumbai North-East -53%
Mumbai North-Central - 55%
Mumbai South-Central - 55 %
Mumbai South - 54%


મુંબઈની આસપાસ મહારાષ્ટ્રના અન્ય ભાગમાં 6 વાગ્યા સુધી મતદાનની સ્થિતિ

Nandurbar (ST) - 62.00%
Dhule -61.00 %
Jalgaon -56 %
Raver - 58 %
Jalna - 63 %
Aurangabad -59%
Dindori (ST) - 64%
Nashik - 60 %
Palghar (ST)- 60 %
Bhiwandi - 43 %
Kalyan - 42 %
Thane--52 %
Raigad - 64% 


જ્યારે અન્ય એક સિનિયર સિટીઝન કપલને પોતાના એરિયામાંથી અન્ય પોલિંગ બુથ પર પોતાના નામની તપાસ કરવા માટે ફરવું પડ્યું હતું જ્યાં તેમનું નામ નહીં હોવાનું કહેવામાં આવ્યું હતું. જો કે શિર્લી હિરાનંદાનીએ (78) જણાવ્યું હતું કે અમને ખોટી માહિતી મળી હોવાથી જુદા જુદા પોલિંગ બુથ ફરવું પડ્યું હતું પણ આખરે અમે વિદ્યા નિધી સ્કૂલમાં અમે વોટિંગ કર્યું હતું.


હિરાનંદાની કપલ


104 વર્ષીય વિઠાબાઈ પાટીલે થાણેમાં કોપરી ગાવની TMC સ્કૂલ નં 16માં સવારે 9 વાગ્યે પોતાનું મતદાન કર્યું હતું. વિઠાબાઈએ કહ્યું હતું કે મારા પતિએ હંમેશા મને વોટ આપવા માટે પ્રેરણા આપી છે ત્યારે મારું ઘર દૂલ હોવા છતાં પણ મેં વોટ કરવાનું નક્કી કર્યું હતું.


વિઠાબાઈ પાટીલ


બોલીવુડના કલાકારોએ પણ સામાન્ય નાગરિકની જેમ જ વોટિંગ આપવા માટે લાઈનમાં ઊભાં રહેતા દેખાયા હતાં અને તેમણે મતદાન કર્યું હતું. જુઓ તસવીરોમાં


ઉમેદવારોએ કર્યુ વોટિંગ


જુદી જુદી પાર્ટીના ઉમેદવારોએ પણ વોટિંગ કર્યું હતું જેમાં પરેશ રાવલ, રાખી સાવંત અને પૂનમ મહાજન પણ વોટિંગ કરતાં કેમેરામાં કેદ થયા હતાં.


પરેશ રાવલ પત્ની સ્વરૂપ સાંપટ સાથે


પૂનમ મહાજન


રાખી સાવંત


બર્થ-ડે બોયનું વોટિંગથી સેલિબ્રેશન શરૂ

બર્થ-ડે બોય સચિન તેંડુલકરે પણ વોટિંગ કરીને પોતાના જન્મદિવસની શરૂઆત કરી હતી. તેણે પોતાનો વોટ કરેલા નિશાનનો ફોટો ટ્વિટર એકાઉન્ટ પર અપલોડ કરીને ભારતના દરેક લોકોને વોટ કરવાની અપીલ કરી હતી

તસવીર : સચિનના ટ્વિટર એકાઉન્ટમાંથી

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK