7માંથી 4 બેઠકો પર કૉન્ગ્રેસી અને પૂર્વ કૉન્ગ્રેસી વિધાનસભ્યો વચ્ચે ટક્કર

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે રસાકસી, કુલ ૭૮ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે જેમાં એક મુસ્લિમ અને બે મહિલાનો સમાવેશ
અમદાવાદ: ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતમાં સાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાર બેઠકો પર કૉન્ગ્રેસ વર્સસ એક્સ-કૉન્ગ્રેસના મેમ્બર ઑફ લેજિસ્લેટિવ ઍસેમ્બલી (MLA) વચ્ચે ચૂંટણીજંગ યોજાશે.

ગુજરાતમાં અબડાસા, રાપર, હિંમતનગર, વિસાવદર, સોમનાથ, લાઠી અને માંડવી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં ૩૦ એપ્રિલે મતદાન યોજાશે. સાત વિધાનસભાની પેટાચૂંટણીમાંથી ચાર બેઠકો અબડાસા, હિંમતનગર, સોમનાથ અને લાઠી વિધાનસભાની બેઠકો પર ખાસ કરીને કૉન્ગ્રેસ વર્સસ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય વચ્ચે ચૂંટણીજંગ જામશે.

અબડાસા વિધાનસભા બેઠકના BJPના ઉમેદવાર છબીલ પટેલ કૉન્ગ્રેસ છોડીને ગ્થ્ભ્માં જોડાયા હતા અને તેઓ અબડાસા બેઠકના કૉન્ગ્રેસના વિધાનસભ્ય હતા. આ બેઠક પરથી કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ સહિત કુલ આઠ ઉમેદવારો છે.

હિંમતનગર વિધાનસભા બેઠકના BJPના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ચાવડા છે જેઓ કૉન્ગ્રેસ છોડીને ગ્થ્ભ્માં જોડાયા છે. તેઓ હિંમતનગર બેઠકના કૉન્ગ્રેસના વિધાનસભ્ય હતા. આ બેઠક પરથી કૉન્ગ્રેસના ઉમેદવાર વિપુલ પટેલ સહિત કુલ ૧૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

સોમનાથ બેઠક પરથી BJPના ઉમેદવાર જશા બારડ છે. તેઓ આ પહેલાં કૉન્ગ્રેસમાં હતા અને સોમનાથ બેઠકના વિધાનસભ્ય હતા, પરંતુ તેઓ કૉન્ગ્રેસ છોડીને ગ્થ્ભ્માં જોડાયા છે. હવે આ બેઠક પર કૉન્ગ્રેસના ઉમેદવાર નિશાંત ચોટાઈ તેમ જ અન્ય મળી કુલ ૨૫ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

લાઠી બેઠક પરથી BJPના ઉમેદવાર બાવકુ ઉઘાડ છે જેઓ આ પહેલાં આ જ બેઠકના કૉન્ગ્રેસના વિધાનસભ્ય હતા, પરંતુ હવે તેઓ કૉન્ગ્રેસ છોડીને ગ્થ્ભ્માં જોડાયા છે. આ બેઠક પરથી કૉન્ગ્રેસના ઉમેદવાર હનુ ધોરાજિયા તેમ જ અન્ય મળીને કુલ ૧૦ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

ગુજરાતમાં સાત વિધાનસભાની પેટાચૂંટણી બેઠક પરથી કુલ ૭૮ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે જેમાં બે મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ છે. BJPનાં મહિલા ઉમેદવાર હેમલતા વસાવા માંડવી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે તો બહુજન સમાજ પાર્ટીનાં મુસ્લિમ મહિલા ઉમેદવાર અન્સારી રોશનબાનુ હિંમતનગર બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં છે.

સોમનાથ બેઠક પર ૧૯ મુસ્લિમ ઉમેદવારોનો જંગ

ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં કદાચ પ્રથમ વાર એવું બનશે કે એક જ બેઠક, સોમનાથ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીમાં અધધધ કહી શકાય એમ એકસાથે ૧૯ મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી લડશે.

સોમનાથ વિધાનસભાની પેટાચૂંટણીમાં કુલ ૨૫ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઊતર્યા છે જેમાં ૧૯ અપક્ષ ઉમેદવારો છે. કુલ ૨૫ ઉમેદવારોમાંથી ૧૯ મુસ્લિમ ઉમેદવારો છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને બહુજન મુક્તિ પાર્ટીએ મુસ્લિમ ઉમેદવાર ઊભા રાખ્યા છે તો ૧૬ મુસ્લિમ ઉમેદવારોએ અપક્ષ તરીકે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK