અડવાણીને સ્પીકર બનાવવાની ચર્ચા

મોદીના બંગલે યોજાયેલી મૅરથૉન મીટિંગમાં BJPની ભાવિ વ્યૂહરચના વિશે સઘન ચર્ચા


ગઈ કાલે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા અરુણ જેટલી અને BJPના ભૂતપૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ ભાવિ રણનીતિની ચર્ચા હાથ ધરી હતી.

પક્ષના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમના અનુભવને ધ્યાનમાં રાખીને લોકસભાના અધ્યક્ષ બનાવવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી.

લોકસભાની ચૂંટણીનાં પરિણામોને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને એક્ઝિટ પોલના સર્વે NDAની તરફેણ કરી રહ્યા છે ત્યારે BJP હાઈકમાન્ડના સભ્યો આગામી રણનીતિ ઘડી કાઢવા માટે ગઈ કાલે ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીને મળવા આવ્યા હતા.

રાજનાથ સિંહ, અરુણ જેટલી અને નીતિન ગડકરીએ ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સાંજથી બેઠકનો દોર શરૂ કર્યો હતો, જે રાત્રિ સુધી ચાલ્યો હતો. આ બેઠકમાં BJPને બહુમતી મળે તો સરકારના ગઠબંધન વિશે તેમ જ સાથી પક્ષો સાથેની સમજૂતી વિશે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK