વારાણસીમાં મંદિરના ગેસ્ટહાઉસમાંથી કેજરીવાલની હકાલપટ્ટી

AAPમાં સંયોજક અરવિંદ કેજરીવાલ વારાણસીમાં જે સ્થળે રહીને તેમની રાજકીય ચળવળ ચલાવતા હતા એ સ્થળ હવે છીનવાઈ ગયું છે.

કેજરીવાલ અને તેમનો પરિવાર સંકટમોચન મંદિરના ગેસ્ટહાઉસમાં રહેતા હતા. એ મંદિરના મહંત વિશ્વંભરનાથ મિશ્રાએ કેજરીવાલને ગેસ્ટહાઉસ ખાલી કરી આપવા જણાવી દીધું છે. કેજરીવાલનાં માતા-પિતા પણ આ ગેસ્ટહાઉસમાં રહેતાં હતાં. મંદિરના પરિસરમાંથી રાજકીય ગતિવિધિ ચાલતી હોવા સામે ભાવિકોને વાંધો હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. કેજરીવાલ વારાણસીમાં નવું ઠેકાણું શોધી રહ્યા છે. 

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK