વારાણસીમાં ૫૫.૪૩ ટકા વોટિંગ

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાયેલી ઉત્તર પ્રદેશના વારાણસીની હૉટ સીટ માટે કુલ ૫૫.૩૪ ટકા મતદાન થયું હતું.  જે ૨૦૦૯ના ૪૨ ટકા મતદાનની સરખામણીમાં ૧૩.૩૪ ટકા વધારે હતું. વારાણસીમાં પણ મતદાન મહદંશે શાંતિપૂર્ણ રહ્યું હતું.


ચૂંટણી-અધિકારીઓના જણાવ્યા અનુસાર, વારાણસી સાઉથ ઍસેમ્બ્લી મતવિસ્તારમાં સૌથી વધુ ૫૭ ટકા, જ્યારે રોહિણિયા તથા સેવાપુરીના ગ્રામીણ વિસ્તારોમાં અનુક્રમે ૫૧ ટકા અને ૫૪ ટકા મતદાન થયું હતું. અપમાર્કેટ કૅન્ટોનમેન્ટ વિસ્તારમાં ૫૧ ટકા અને વારાણસી નૉર્થ ઍસેમ્બ્લી વિસ્તારમાં ૫૦ ટકા મતદાન થયું હતું.

વારાણસીમાં કૉન્ગ્રેસી ઉમેદવાર સામે પોલીસ-ફરિયાદ

કૉન્ગ્રેસના વારાણસી લોકસભા બેઠકના ઉમેદવાર અજય રાય સામે ચૂંટણીપંચના આદેશને પગલે સ્થાનિક પોલીસે ગઈ કાલે ફરિયાદ નોંધી હતી. પક્ષનું ચૂંટણી-પ્રતીક પ્રદર્શિત કરીને મતદાનમથકે મીડિયા સાથે વાત કરીને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે. અજય રાય ગઈ કાલે સવારે તેમના કુર્તા પર કૉન્ગ્રેસનું ચૂંટણીચિહ્ન લગાવીને ચેતગંજ વિસ્તારના રમાકાંતનગરમાં મતદાન કરવા ગયા હતા. તેમની સામે BJP અને AAPએ વાંધો લઈને પગલાં લેવાની માગણી કરી હતી. સ્પેશ્યલ નિરીક્ષક પ્રવીણ કુમારે આનો રિપોર્ટ ચૂંટણીપંચને મોકલ્યો એ પછી અજય રાયની ફરિયાદનો આદેશ પંચે આપ્યો હતો.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK