રૅલીને પરવાનગીનો ઇનકાર એ તો મા-બેટાની સરકારનું મૅચ-ફિક્સિંગ : મોદી

વારાણસીમાં નરેન્દ્ર મોદીની રૅલીને પરવાનગી નહીં આપવાના મુદ્દે BJPએ ગઈ કાલે ચૂંટણીપંચની તટસ્થતા સામે સવાલ કર્યો હતો અને વારાણસીના રિટર્નિંગ ઑફિસરને હટાવવાની માગણી કરી હતી.અરુણ જેટલી, અમિત શાહ અને અનંતકુમાર સહિતના BJPના ટોચના નેતાઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીની બહાર ધરણાં પર બેઠા હતા; જ્યારે દિલ્હીમાં વેન્કૈયા નાયડુ, મુખ્તાર અબ્બાસ નકવી અને રવિશંકર પ્રસાદ સહિતના નેતાઓએ BJPના કાર્યકરો સાથે પક્ષના દિલ્હીસ્થિત વડા મથકથી ચૂંટણીપંચની ઑફિસ સુધીની વિરોધકૂચ આદરી હતી.

જોકે દિલ્હી પોલીસે ચૂંટણીપંચનું કાર્યાલય આવેલું છે એ વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશો લાદીને BJPના નેતાઓને આગળ વધતા અટકાવી દીધા હતા.

નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં વારાણસીથી બાર કિલોમીટર દૂર એક જાહેર સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘ચૂંટણીપંચ કોઈના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. વારાણસીની રૅલી મા-દીકરાની સરકારના મૅચ-ફિક્સિંગનું પરિણામ છે.’

રૅલીની પરવાનગી રદ કરવા માટે અપાયેલા કારણ સામે સવાલ ઉઠાવતાં મોદીએ પૂછ્યું હતું કે ‘વારાણસીમાં મારી રૅલી પર સલામતીનું જોખમ હોય તો

મા-દીકરાની સરકાર એક વ્યક્તિને સલામતી આપી શકે એમ નથી? કેન્દ્રના ગૃહપ્રધાન તેમ જ નાણાપ્રધાન કહી ચૂક્યા છે કે વારાણસીમાં સલામતીનું કોઈ જોખમ નથી.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK