વ્રજભૂમિ છોડીને ક્યાંય નહીં જાઉં : હેમા માલિની

મથુરામાં તેમના ઘરનો સોદો ફાઇનલ સ્ટેજ પર છે

મથુરાની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહેલાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર હેમા માલિની ચૂંટણી બાદ વ્રજભૂમિમાં કેટલો વખત રહેશે એવી શંકા-કુશંકાઓને નકારતાં હેમા માલિનીએ કહ્યું હતું કે હું આ વિસ્તારમાં ઘર ખરીદવાની તૈયારીમાં જ છું. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ‘હું કૃષ્ણભક્ત છું અને અહીં રહીને વ્રજભૂમિ માટે કામ કરવા ઇચ્છું છું. મથુરામાં ઘરનો સોદો હવે છેલ્લા સ્ટેજ પર છે.’

પોતાના પ્રચારમાં હેમાએ કહ્યું હતું કે ‘ભગવાન કૃષ્ણની આ ભૂમિ અને યમુના નદીની હાલત ખરાબ છે એને હું ફરીથી સારી કરવા માગું છું. કૃષ્ણભૂમિની હાલત ખરાબ છે; યમુનાનું પાણી પ્રદૂષિત છે; રોડ, પાણી અને પાવર-સપ્લાયનાં ઠેકાણાં નથી. મને ભગવાનની આ ભૂમિ પ્રત્યે ખૂબ આદર છે અને હું આ બધી મુશ્કેલીઓ દૂર કરવા માગું છું.’

અગાઉ હેમા માલિનીએ એમ પણ કહ્યું હતું કે ‘મને નોઇડા અને ગાઝિયાબાદથી પણ પાર્ટી વતી ટિકિટની ઑફર હતી, પરંતુ મેં એને બદલે કૃષ્ણભૂમિ પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. રાજ્યસભાનાં સંસદસભ્યપદે હતી ત્યારે મને આ વિસ્તારના પ્રૉબ્લેમ્સની જાણકારી નહોતી, પરંતુ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનીને ગ્રામ્યવિસ્તારોમાં ફર્યા બાદ મને આ જિલ્લાની મુશ્કેલીઓ જાણવા મળી છે. જો હું ચૂંટાઈશ તો મથુરા અને વ્રજભૂમિને ટૂરિસ્ટ-મથક બનાવીશ.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK