એક્ઝિટ પોલ જાહેર કરવા પર સોમવાર સુધી જ પ્રતિબંધ

ચૂંટણીપંચે ગઈ કાલે પહેલાં એમ જણાવ્યું હતું કે એક્ઝિટ પોલ પર સોળમી મે સુધી પ્રતિબંધ રહેશે, પરંતુ થોડા સમય પછી જ એવી સ્પષ્ટતા કરી હતી કે એક્ઝિટ પોલ પરનો પ્રતિબંધ છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થશે ત્યાં સુધી જ એટલે કે બારમી મે સુધી જ ચાલુ રહેશે.

ચૂંટણીપંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બારમી મેના રોજ મતદાન પૂરું થવાના અડધા કલાક પછીના સમય સુધી એક્ઝિટ પોલના પ્રકાશન કે પ્રસારણ પર પ્રતિબંધ રહેશે.

ચૂંટણીપંચમાંના ડિરેક્ટર ધીરેન્દ્ર ઓઝાએ કહ્યું હતું કે અનેક તબક્કામાં યોજાતી ચૂંટણીમાં જે દિવસે ઇલેક્શનનો કાર્યક્રમ નક્કી થાય ત્યારથી ચૂંટણી પૂરી થયાના અડધા કલાક પછી સુધી પ્રતિબંધ અમલમાં રહેતો હોય છે.

એક્ઝિટ પોલ્સનું પ્રસારણ સોળમી મે સુધી કરી શકાશે નહીં એવું નિવેદન ઇલેક્શન કમિશનર એચ. એસ બ્રહ્માએ કર્યું એ પછી તરત જ ચૂંટણીપંચની સ્પષ્ટતા આવી પડી હતી. ચૂંટણીપંચમાંનાં સૂત્રોએ કહ્યું હતું કે બ્રહ્માએ ભૂલથી સોળમી તારીખનો ઉલ્લેખ કર્યો હતો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK