ગુજરાતમાં ૧૯૬૭ પછી બીજી વખત સૌથી વધુ સરેરાશ ૬૨ ટકા મતદાન થયું

સૌથી વધુ ૭૮ ટકા નર્મદા જિલ્લામાં અને સૌથી ઓછું ૪૬ ટકા પોરબંદરમાં મતદાન નોંધાયું : ૨૦૦૯ કરતાં આ વખતે ૧૪.૧૧ ટકા વધુ વોટિંગ થયું




ગુજરાતમાં ગઈ કાલે લોકસભાની ૨૬ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ ૬૨ ટકા મતદાન થયું છે. ગુજરાતમાં લોસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ૧૯૬૭માં થયા બાદ બીજી વખત સૌથી વધુ વોટિંગ આ વખતે થયું છે.




ગુજરાતમાં ૧૯૬૭માં લોકસભાની ચૂંટણીમાં ૬૩.૭૭ ટકા મતદાન થયું હતું જે અત્યાર સુધી સૌથી વધુ વોટિંગ થયું હોવાનો રેકૉર્ડ છે. ગઈ કાલે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ ૬૨ ટકા મતદાન થયું છે. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ૪૭.૮૯ ટકા મતદાન થયું હતું જ્યારે આ વખતે સરેરાશ ૬૨ ટકા મતદાન થયું છે એટલે કે ૨૦૦૯ કરતાં આ વખતે ૧૪.૧૧ ટકા વધુ મતદાન થયું છે. ચૂંટણીપંચ તેમ જ વિવિધ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓની મતદાન વધારવાની જાગૃતિ ઝુંબેશ રંગ લાવી છે.




ગુજરાતમાં ગઈ કાલે સૌથી વધુ ૭૮ ટકા નર્મદા જિલ્લામાં અને સૌથી ઓછું ૪૬ ટકા પોરબંદર જિલ્લામાં મતદાન નોંધાયું હતું.

ઉલ્લેખનીય બાબત એ રહી હતી કે ગઈ કાલે ચામડી દઝાડતી ગરમી વચ્ચે પણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સેકન્ડ હાઇએસ્ટ મતદાન થયું છે. ગુજરાતમાં ગરમીનો પારો ઊંચે ગયો એમ મતદાનનો આંક પણ ઊંચે ગયો હતો. ગુજરાતમાં ગઈ કાલે કયા જિલ્લામાં કેટલું સરેરાશ મતદાન થયું એની ટકાવારી નીચે પ્રમાણે છે.




ક્યાં થયું કેટલું મતદાન?


જિલ્લો    ટકાવારી

કચ્છ    ૬૦

પાટણ    ૫૯

મહેસાણા    ૬૬

બનાસકાંઠા    ૬૦

સાબરકાંઠા    ૭૦

અરવલ્લી    ૬૪

ગાંધીનગર    ૬૨

અમદાવાદ    ૬૨.૩૦

સુરેન્દ્રનગર    ૫૪

રાજકોટ    ૫૮

મોરબી    ૫૫

પોરબંદર    ૪૬

જામનગર    ૫૯.૪૨

દેવભૂમિ દ્વારકા    ૫૪.૨૨

જૂનાગઢ    ૫૩

ગીર સોમનાથ    ૬૫

અમરેલી    ૫૩.૪૫

ભાવનગર    ૫૯

બોટાદ    ૫૪

આણંદ    ૬૫

ખેડા    ૫૬

મહીસાગર    ૫૫.૩૫

પંચમહાલ    ૬૦

દાહોદ    ૬૫

વડોદરા    ૭૦

છોટાઉદેપુર    ૬૮

નર્મદા    ૭૮

ભરૂચ    ૬૫

સુરત    ૬૧.૫૦

તાપી    ૭૭.૫૦

ડાંગ    ૭૫.૯૦

નવસારી     ૬૯.૩૯

વલસાડ    ૭૨.૬૦

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK