"કૉન્ગ્રેસ ત્રીજા મોરચાને ટેકો નહીં જ આપે"

રાહુલને ખાતરી છે કે કૉન્ગ્રેસને કેન્દ્રમાં સરકાર રચવા પૂરતી બેઠકો મળી રહેશે


કૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ કેન્દ્રમાં સરકાર રચવા માટે ત્રીજા મોરચાને કૉન્ગ્રેસ દ્વારા ટેકો આપવાની શક્યતાને ગઈ કાલે નકારી કાઢી હતી.

કૉન્ગ્રેસ ત્રીજા મોરચાની સરકારને ટેકો આપશે કે કેમ અને ચૂંટણી પછી સરકાર રચવા માટે કૉન્ગ્રેસ અન્ય પક્ષો સાથે હાથ મિલાવશે કે નહીં એવું પૂછવામાં આવ્યું ત્યારે અમેઠીમાં ચૂંટણીપ્રચાર કરી રહેલા રાહુલે કહ્યું હતું કે ‘અમને સરકાર રચવા પૂરતી બેઠકો મળી રહેશે. અમે કોઈ મોરચાને ટેકો નહીં આપીએ.’

માક્ર્સવાદી પક્ષના મહામંત્રી પ્રકાશ કરાતે શુક્રવારે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી પછી ૧૯૯૬ જેવી પરિસ્થિતિ ફરી સર્જાઈ શકે છે અને કૉન્ગ્રેસને કેન્દ્રમાં સેક્યુલર સરકાર રચવા માટે અન્ય પક્ષોનો ટેકો લેવાની ફરજ પડી શકે છે. સમાજવાદી પાર્ટી પણ દાવો કરી રહી છે કે ત્રીજા મોરચાની સરકાર રચવા માટે તેમને કૉન્ગ્રેસનો ટેકો મળી રહેશે. આ બન્ને નિવેદનના સંદર્ભમાં રાહુલનું નિવેદન અત્યંત સૂચક છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK