નરેન્દ્ર મોદીને વિનાશપુરુષ ગણાવતા ઉમા ભારતીના પુરાણા નિવેદનની ઑડિયો-ક્લિપ કૉન્ગ્રેસે બહાર પાડી

નરેન્દ્ર મોદીને વિનાશના એજન્ટ ગણાવતા અને ગુજરાતના વિકાસના તેમના દાવાને નકલી ગણાવતા ગ્થ્ભ્નાં સિનિયર નેતા ઉમા ભારતીના નિવેદનની ત્રણ વર્ષ જૂની ઑડિયો-ક્લિપ કૉન્ગ્રેસે ગઈ કાલે બહાર પાડી હતી.
એ વખતે ઉમા ભારતીએ BJPથી અલગ થઈને ભારતીય જનશક્તિ પાર્ટી સ્થાપી હતી. આ ઑડિયો-ક્લિપમાં તેઓ એમ કહેતાં સંભળાય છે કે ગુજરાતમાં હિન્દુઓ ભયભીત છે અને ગુજરાત ભયગ્રસ્ત રાજ્ય બની ગયું છે.

ઉમા ભારતી એમ પણ કહે છે કે ‘નરેન્દ્ર મોદીને હું ૧૯૭૩થી ઓળખું છું. તેઓ વિકાસપુરુષ નથી, પણ વિનાશપુરુષ છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત પરનું દેવું વધ્યું છે. ગુજરાતને રામ કે રોટી બેમાંથી કંઈ નથી મળ્યું. ગુજરાતને વિનાશપુરુષના સકંજામાંથી મુક્ત કરાવવું જોઈએ. મોદીને મીડિયાએ આટલા બધા મોટા બનાવ્યા છે. તેઓ ફુલાવેલા ફુગ્ગા જેવા હોવાથી તમારે તેમની હવા કાઢવી પડશે.’

આ વિડિયો-ક્લિપ બહાર પાડતાં કૉન્ગ્રેસના પ્રવક્તા અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે ‘એ વખતે ઉમા ભારતી BJPમાં નહોતાં એ વાત સાચી, પણ તેમણે જે વાત કહી હતી એ ખોટી નથી. વળી આ નિવેદન પોતે કર્યું હોવાનો ઇનકાર ઉમા ભારતીએ ક્યારેય કર્યો નથી.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK