મોદી અને હવાલા કિંગપિન અફરોઝના સંબંધોની CD બહાર પડી

ગુજરાતના મુખ્ય પ્રધાન અને હવાલા કિંગપિન અફરોઝ ફટ્ટાને અનેક સામાજિક તેમ જ રાજકીય સમારંભોમાં સાથે દર્શાવતી તસવીરોવાળી CD રાજકીય ભૂકંપ સર્જશે એવું લાગે છે



BJPએ કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રાવિરોધી CD બહાર પાડ્યા પછી દિલ્હીમાં જાણે કે CD વૉર શરૂ થઈ છે. કૉન્ગ્રેસે નરેન્દ્ર મોદીવિરોધી CD ગઈ કાલે બહાર પાડી હતી. ૧૦૦૦ કરોડ રૂપિયાના હવાલાકૌભાંડ બાબતે પકડવામાં આવેલા અફરોઝ ફટ્ટા સાથેની નરેન્દ્ર મોદીની તસવીરોવાળી CD બહાર પાડીને કૉન્ગ્રેસે પડકાર ફેંક્યો હતો કે મોદીમાં હિંમત હોય તો તેમણે આ મામલે સ્વતંત્ર તપાસ કરાવવા માટે આગળ આવવું જોઈએ.

ફટ્ટા BJPનો જાણીતો ટેકેદાર હોવાનો દાવો કરતાં કૉન્ગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે ‘અમદાવાદ અને સુરતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે તેની ધરપકડ કરી હતી. ફટ્ટાના નિવાસસ્થાન પર દરોડો પાડીને મોટું હવાલાકૌભાંડ પણ બહાર પાડ્યું હતું. આ કૌભાંડ ૧૦૦૦ કરોડ રૂપિયાથી ૫૦૦૦ કરોડ રૂપિયા સુધીનું હોવાનો અંદાજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટનો હતો.’

સુરજેવાલાએ સવાલ કર્યો હતો કે ‘વિવિધ સામાજિક તથા રાજકીય સમારંભમાં સાથે દેખાતા ગુજરાતના મુખ્ય પ્રધાન મોદી અને હવાલા કિંગપિન ફટ્ટા વચ્ચે શું સંબંધ છે? કોણે, કોને રક્ષણ આપ્યું છે? નરેન્દ્ર મોદી ગુજરાત બહારની કોઈ સ્વતંત્ર એજન્સી મારફતે આ કિસ્સાની તપાસ કરવા તૈયાર થશે કે કેમ એ અમારે જાણવું છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK