રાહુલ ગાંધીને બચાવવા ટોચના કૉન્ગ્રેસી નેતાઓ મેદાને પડ્યા

કૉન્ગ્રેસી નેતાઓ લોકસભાની ચૂંટણીનાં પરિણામોના સંભવિત પ્રતિભાવના સંદર્ભમાં પક્ષના ઉપપ્રમુખ રાહુલ ગાંધીની આસપાસ સુરક્ષાનું કવચ રચવાની કવાયતમાં લાગી ગયા છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે રાહુલ ભવિષ્યમાં પણ તેમના નેતા જ રહેશે. રાહુલ માટે બચાવમાં ઊતરેલા આ નેતાઓમાં જયરામ રમેશ, કમલ નાથ અને સલમાન ખુરશીદનો સમાવેશ છે.




એક્ઝિટ પોલને ફગાવી દેતાં ખુરશીદે કહ્યું હતું કે ‘બધી ચર્ચા ફાલતુ છે. રાહુલ અમારા નેતા છે અને સારા કે ખરાબ સમયમાં પણ નેતા રહેશે. અમને તેમનામાં શ્રદ્ધા છે. તેઓ મોખરેથી નેતૃત્વ કરશે.’

રાહુલને અપરાજિત યોદ્ધા ગણાવતાં જયરામ રમેશે કહ્યું હતું કે રાહુલ કે સોનિયા ગાંધીએ કરેલા ચૂંટણીપ્રચારથી કેટલો લાભ થયો એનું આકલન પક્ષે કરવાનું છે.

રાહુલની કંગાળ નેતાગીરીને લીધે કૉન્ગ્રેસે ચૂંટણીમાં પછડાટ ખાવી પડશે એવા સૂચનને ફગાવી દેતાં કમલ નાથે કહ્યું હતું કે ‘ચૂંટણીનાં પરિણામો સરકારની કામગીરી વિશેના લોકોના અભિપ્રાયનું પ્રતિબિંબ હોય છે. રાહુલ ગાંધી એ સરકારનો ભાગ ક્યારેય નહોતા.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK