માયાવતીનાં રંગીન સપનાં : BSP કેન્દ્રમાં સરકાર રચવા NDA કે BJPનો ટેકો નહીં લે

BSPનાં સુપ્રીમો માયાવતીએ ગઈ કાલે કહ્યું હતું કે કેન્દ્રમાં સરકાર રચવા માટે અમે NDA કે BJPનો ટેકો નહીં લઈએ. જોકે UPA કે કૉન્ગ્રેસનો ટેકો લેવાનો ઇનકાર તેમણે કર્યો નહોતો.દિલ્હીમાં પોતાનો પક્ષ સત્તાના નવા સંતુલનકર્તા તરીકે ઊભરશે એવો દાવો કરતાં માયાવતીએ સ્પષ્ટતા કરી હતી કે ‘એકલા હાથે કેન્દ્રમાં સરકાર રચવા જેટલી બેઠકો કોઈ એક પક્ષને મળશે નહીં એ હવે સ્પષ્ટ થઈ ગયું છે. અમારો પક્ષ કોઈ મોરચામાં જોડાશે નહીં અને બિનસાંપ્રદાયિક શક્તિઓને અમારા ભણી આકર્ષવા જેટલી બેઠકો અમે જીતીશું.’

UPA કે કૉન્ગ્રેસે તમને વડા પ્રધાન બનવાની ઑફર કરી છે કે કેમ એવા સવાલના જવાબમાં માયાવતીએ કહ્યું હતું કે ‘હું ભાવિ વ્યૂહરચના અત્યારે ઉઘાડી પાડી શકું નહીં. થોડી રાહ તો પરિણામ આવે ત્યાં સુધી જોવી જ પડશે.’

બારમી મેના રોજ યોજાનારા છેલ્લા તબક્કાના મતદાનમાં અને એ પછી મતગણતરી વખતે છેલ્લી ઘડીની હાથચાલાકીની આશંકા વ્યક્ત કરતાં માયાવતીએ મોટી સંખ્યામાં કેન્દ્રીય દળો ગોઠવવાનો આગ્રહ ચૂંટણીપંચને કર્યો હતો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK