મુંબઈ : BKCમાં મોદી અને સોનિયા 'એક જ સ્ટેજ' પર જોવા મળશે

રવિવારે સોનિયા ગાંધી અને સોમવારે નરેન્દ્ર મોદી : માત્ર ડેકોરેશન અને ફલૅગ બદલાશે




રવિવારે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં કૉન્ગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીની રૅલી માટે બનાવવામાં આવેલા સ્ટેજનો ઉપયોગ બીજા દિવસે BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રૅલી માટે પણ કરવામાં આવશે. બન્ને પક્ષોનો સ્ટેજ-કૉન્ટ્રૅક્ટર એક જ છે. માત્ર ડેકોરેશન અને પાર્ટી-ફલૅગ બદલવામાં આવશે.

સામાન્ય રીતે MMRDA એક કાર્યક્રમ માટેની જગ્યા સરખી રીતે સાફ કરવામાં ન આવે ત્યાં સુધી બીજા કાર્યક્રમ માટે મંજૂરી નથી આપતી. સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (લ્ભ્ઞ્)ના ક્લિયરન્સ માટે સવારે ૬ વાગ્યા પહેલાં સ્ટેજ તૈયાર હોવું જોઈએ. રવિવારે રાત્રે ૮ વાગ્યે સોનિયા ગાંધીની સભા પૂરી થવાની છે અને સોમવારે સાંજે ૬ વાગ્યે નરેન્દ્ર મોદીની સભા છે, પરિણામે BJPની હાલત કફોડી હતી.

જોકે BJPએ કૉન્ગ્રેસ માટે બનાવેલું સ્ટેજ વાપરવાની હા પાડી છે અને આ તરફ BJP એમના સ્ટેજનો ઉપયોગ કરે એની સામે કૉન્ગ્રેસને કોઈ વાંધો નથી. તેમના એક નેતાએ કહ્યું હતું કે BJPએ કૉન્ગ્રેસના મૅનિફેસ્ટોનો ઉપયોગ કર્યો હતો, હવે સ્ટેજનો પણ ઉપયોગ કરશે.

MMRDA = મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK