BJPએ ઇચ્છાપુરમની બેઠક પડતી મૂકીને TDP સાથેની યુતિને સાચવી લીધી

TDP અને BJP વચ્ચેના ચૂંટણીજોડાણમાં સર્જાયેલી મડાગાંઠનો ગઈ કાલે સાંજે અંત આવ્યો હતો. ઇચ્છાપુરમ વિધાનસભા બેઠક પડતી મૂકવા અને સમગ્ર આંધþ પ્રદેશમાં માત્ર ૧૩ બેઠકો પર ચૂંટણી લડવા BJP સહમત થઈ હતી.


BJPના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રકાશ જાવડેકર, પક્ષના આંધþ એકમના પ્રમુખ કંભમપતિ હરિબાબુ, TDPના સંસસદસભ્ય વાય. સત્યનારાયણ ચૌધરી અને ભૂતપૂર્વ સંસદસભ્ય કંભમપતિ રામમોહન રાવે BJPના સિનિયર નેતા એમ. વેન્કૈયા નાયડુના નિવાસસ્થાને લાંબી મંત્રણા કરી હતી.

BJPને જોડાણના ભાગરૂપે પ્રારંભે વિધાનસભાની ૧૪ અને લોકસભાની ચાર બેઠકો આપવામાં આવી હતી. BJPએ કેટલીક બેઠકો પર નબળા ઉમેદવારોને ઉતાર્યા છે એથી પ્રતિસ્પર્ધીઓને ફાયદો થશે અને યુતિને નુકસાન થશે એવું કહીને TDPએ ગુરુવારે વાંધો લીધો હતો. એક તબક્કે આ યુતિ તૂટી પડશે એવું લાગતું હતું, પરંતુ ૨૪ કલાકમાં મામલો સૂલટી ગયો હતો.

BJP = ભારતીય જનતા પાર્ટી, TDP = તેલુગુ દેસમ પાર્ટી

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK