AAPનો દાવો : મોદીના વારાણસી રોડ-શોમાં ૬ કરોડ રૂપિયા ખર્ચાયા

નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી ઉમેદવારી નોંધાવતી વખતે યોજેલા રોડ-શો પાછળ છ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવાનો દાવો AAPએ ગઈ કાલે કર્યો હતો અને આચારસંહિતાના ઉલ્લંઘન બદલ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માગણી સ્થાનિક ચૂંટણી સત્તાવાળા સમક્ષ કરી હતી.
AAPએ જિલ્લા ચૂંટણી-અધિકારીને આ બાબતે એક પત્ર લખ્યો છે અને એની એક નકલ ઉત્તર પ્રદેશના વડા ચૂંટણી-અધિકારીને મોકલવામાં આવી છે. આ મામલે તાત્કાલિક તપાસ કરીને ફરિયાદ નોંધવાની માગણી પણ AAPએ કરી છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK