સટોડિયાઓએ BJP અને NDA પર ૨૦,૦૦૦ કરોડ રૂપિયા લગાવ્યા

લોકસભાની ચૂંટણીના છેલ્લા બે તબક્કાનું મતદાન બાકી રહ્યું છે ત્યારે કેન્દ્રમાં આગામી સરકાર કોણ રચશે એના પર કરોડોનો સટ્ટો ખેલાઈ રહ્યો છે.


૩૦ એપ્રિલ સુધીમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો લાગી ચૂક્યો હોવાનું અને એ પૈકીનો ૫૦૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો તો છેલ્લા બે દિવસમાં જ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સટ્ટાબાજો માને છે કે સાત તબક્કાના મતદાન પછી BJP અને NDAની સ્થિતિ મજબૂત થઈ છે.  સટ્ટાબાજોના અનુમાન અનુસાર BJPને ૨૨૫થી ૨૩૦ બેઠકો મળી શકે છે. એ માટે એક રૂપિયા સામે ૧૬ પૈસાનો ભાવ ચાલી રહ્યો છે જ્યારે ૨૪૦થી વધુ બેઠકો માટે ૫૪ પૈસાનો ભાવ ચાલી રહ્યો છે, પરંતુ ૨૬૦થી વધુ બેઠકો માટે સવાબે રૂપિયાનો ભાવ ચાલે છે.

કૉન્ગ્રેસ માટે સટ્ટાબજારમાં વાતાવરણ બગડેલું છે. કૉન્ગ્રેસને ૫૦ બેઠકો મળવા માટે ૧૬ પૈસાનો, ૬૦ બેઠકો માટે ૪૨ પૈસાનો અને ૮૦થી વધુ બેઠકો માટે સવાબે રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે.

BJP = ભારતીય જનતા પાર્ટી, NDA = નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK