હેં!? : મનમોહનના સાવકા ભાઈ BJPમાં

મનમોહનના પરિવારને આ સમાચારથી આંચકો લાગ્યો


મૈં ભી આપકે સાથ : ગઈ કાલે અમ્રિતસરમાં એક રૅલીમાં નરેન્દ્ર મોદી સાથે દલજિત સિંહ કોહલી. તસવીર : એએફપી


વડા પ્રધાન મનમોહન સિંહના સાવકા ભાઈ દલજિત સિંહ કોહલી ગઈ કાલે અમ્રિતસર ખાતેની જાહેર સભામાં નરેન્દ્ર મોદી અને પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલની હાજરીમાં BJPમાં જોડાયા હતા.

તેમને આવકારતાં મોદીએ કહ્યું હતું કે ‘વડા પ્રધાનના ભાઈ જોડાતાં અમારો પક્ષ વધુ મજબૂત થશે. અમારો પક્ષ સભ્યપદ વડે નહીં પણ સંબંધ વડે બનેલો છે.’

સ્થાનિક બિઝનેસમૅન કોહલીને બાદલ અને અરુણ જેટલીએ પણ આવકાર્યા હતા.

વડા પ્રધાનના કાર્યાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘મનમોહન સિંહના પરિવારને આ સમાચારથી આંચકો લાગ્યો છે. કોહલીના ઇરાદા સ્પષ્ટ નથી, પરંતુ તેઓ તેમની રાજકીય કારકર્દિી આગળ વધારવા મુક્ત છે. આમ પણ વડા પ્રધાન અને કોહલી લાંબા સમયથી એકમેકના સંપર્કમાં નથી.’

સૂત્રોના જણાવ્યા અનુસાર મનમોહન તેમના પરિવારમાં છ બહેનો વચ્ચે એક જ ભાઈ છે. મનમોહનનાં માતા નાની વયે અવસાન પામ્યાં હતાં. દલજિત તેમના સાવકા ભાઈ છે.

BJP = ભારતીય જનતા પાર્ટી

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK