મોદી સામે કેજરીવાલની ડિપોઝિટ ન જતી રહે તો સંન્યાસ છોડી દઈશ હું : બાબા રામદેવ

BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર આક્ષેપો કરી રહેલા AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલની સામે ગઈ કાલે યોગગુરુ બાબા રામદેવે ચૅલેન્જ કરી હતી કે જો કેજરીવાલ સાચા હોય તો તે નરેન્દ્ર મોદી સામે ઇલેક્શન લડીને બતાવે.


જો એ ઇલેક્શનમાં કેજરીવાલની ડિપોઝિટ ન જાય તો હું સંન્યાસ છોડી દઈશ. બાબાએ આ ચૅલેન્જ રાજકોટ ઍરપોર્ટ પર ફેંકી હતી. બાબા રામદેવે કહ્યું હતું કે ‘AAP એક બકવાસ છે. નાટક મંડળીમાં પણ એનાથી સારા ઍક્ટર હોય. કેજરીવાલ જો સાચા હોય તો એક વાર મારી ચૅલેન્જ સ્વીકારે. ઈશ્વરના સોગંદ ડિપોઝિટ પણ જપ્ત થશે.’

બાબા રામદેવે એવું પણ કહ્યું હતું કે ‘AAPના ગુજરાતના એક પણ ઉમેદવારની ડિપોઝિટ પણ આ લોકસભાના ઇલેક્શનમાં બચવાની નથી. વિકાસની વાતો કરવી અને વાત કર્યા વિના વિકાસ કરીને દેખાડવો એ બન્ને વચ્ચે તફાવત છે. એક ભગવાધારી તરીકે મારે કોઈ રાજકીય પાર્ટીનો પક્ષ ન લેવો જોઈએ, પણ સચ્ચાઈનો પ્ાક્ષ જો લેવામાં ન આવે તો ધર્મદ્રોહ કહેવાય અને હું એવું કરવા નથી માગતો એટલે BJP અને ખાસ તો નરેન્દ્ર મોદીનો પક્ષ લેવામાં ખચકાતો નથી.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK