મેનકા ગાંધીએ ૪૦ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી

ઍનિમલ રાઇટ્સ ઍક્ટિવિસ્ટ અને BJPનાં સંસદસભ્ય મેનકા ગાંધીએ એક રાઇફલ સહિત આશરે ૪૦ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.


પીલીભીત બેઠક પરથી ચૂંટણી લડી રહેલાં ઉત્તર પ્રદેશના આંવલાનાં વર્તમાન સંસદસભ્ય મેનકાએ ૧૨.૪૬ કરોડ રૂપિયાની અસ્થાયી સંપત્તિ અને ૨૪.૯૫ કરોડ રૂપિયાની સ્થાયી સંપત્તિ જાહેર કરી છે. તેમની પાસે કાર કે અન્ય કોઈ વાહન નથી.

૫૭ વર્ષની વયનાં મેનકાની અસ્થાયી સંપત્તિમાં બૅન્ક-અકાઉન્ટ્સમાંના છ કરોડ રૂપિયા, આશરે ૧.૪૭ કરોડ રૂપિયાનું સોનું તથા ઘરેણાં અને ૪૦,૦૦૦ રૂપિયાની લાઇસન્સ્ડ રાઇફલનો સમાવેશ છે.

તેઓ ૬.૯૫ કરોડ રૂપિયાની એક કમર્શિયલ પ્રૉપર્ટી અને ૧૮ કરોડ રૂપિયાની એક રેસિડેન્શિયલ પ્રૉપર્ટીની માલિકી ધરાવે છે.

તેમની પાસે ૩૯,૩૬૫ રૂપિયાની રોકડ છે. તેમની સામે એક કોર્ટ-કેસ ચાલી રહ્યો છે. પીલીભીતમાં ગુરુવારે મતદાન થવાનું છે.

વરુણ ગાંધીએ ૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી

BJPના નેતા વરુણ ગાંધીએ ત્રણ ફાયરઆમ્ર્સ સાથે પોતાના નામે ૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ ગઈ કાલે જાહેર કરી હતી. વરુણના બૅન્ક-અકાઉન્ટમાં ૧૧ કરોડથી વધુ રૂપિયા છે જ્યારે તેણે શૅરો, બૉન્ડ્સ વગેરેમાં ૩.૩૩ કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે. રાષ્ટ્રીય બચતપત્રોમાં તથા વીમા પૉલિસીઓમાં વરુણનું ૩૧.૫૩ લાખનું રોકાણ છે. તેની પાસે એક ગન, એક રાઇફલ અને એક પિસ્તોલ છે. દિલ્હીમાં તે એક ઘરની માલિકી ધરાવે છે, પણ તેની પાસે પોતાનું વાહન નથી. વરુણ પાસે ૧૩૩૪.૫ ગ્રામ સોનું અને ૧૧૩.૭૮ કિલોગ્રામ ચાંદી છે.

કુમાર વિશ્વાસની સંપત્તિ ચાર કરોડ રૂપિયા

ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા AAPના ઉમેદવાર કુમાર વિશ્વાસે ચાર કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે...

કુમાર પાસે ૧.૨૮ કરોડ રૂપિયાની અને તેમની પત્ની મંજુ શર્મા પાસે ૫૬ લાખ રૂપિયા કરતાં વધારેની અસ્થાયી સંપતિ છે.

હૃષીકેશ અને ગાઝિયાબાદના વસુંધરામાં તેમના બે ફ્લૅટ્સની વર્તમાન માર્કેટ વૅલ્યુ ૧.૨૯ કરોડ રૂપિયા છે.

તેમની પત્નીની ખેતી-જમીન સહિતની પ્રૉપર્ટીની માર્કેટ વૅલ્યુ ૬૫.૦૭ લાખ રૂપિયા છે.

૪૪ વર્ષની વયના લેક્ચરર કુમાર પાસે પોણાબે લાખ રૂપિયાની જ્યારે તેમનાં પત્ની પાસે ૧.૧ લાખ રૂપિયાની રોકડ છે. તેમની પાસે બે લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ્સ છે.

અમેઠીમાં સાતમી મેના રોજ મતદાન થવાનું છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK