મોદીના ‘હનુમાન’ અમિત શાહને શિરપાવમાં વડોદરા બેઠક મળે એવા સંયોગ

BJPના પ્રેસિડન્ટ રાજનાથ સિંહે અમિત શાહ માટે દિલ્હી વાયા વડોદરાનો માર્ગ મોકળો કર્યો



અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના ‘હનુમાન’ ગણાતા ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અમિત શાહને લોકસભાની ચૂંટણીમાં તેમના ગુડ વર્ક બદલ શિરપાવમાં વડોદરા બેઠક મળે એવા સંયોગ સર્જાયા છે એટલું જ નહીં, પરંતુ તાજેતરમાં નરેન્દ્ર મોદી માટે નિવેદન આપીને જાણે કે BJPના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહે અમિત શાહ માટે દિલ્હી વાયા વડોદરાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.

લોકસભાની ચૂંટણી અગાઉ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય લેવલે પોતાનો માર્ગ બનાવવા તેમના વિશ્વાસુ અમિત શાહને લોકસભાની ચૂંટણી પહેલાં જ રાષ્ટ્રીય લેવલે ગોઠવી દેવા ઉત્તર પ્રદેશ BJPના પ્રભારી બનાવી દીધા હતા. અમિત શાહે ઉત્તર પ્રદેશમાં ઉત્તમ કામગીરી નિભાવીને વધુ એક વખત મોદી અને BJP હાઈ કમાન્ડનો વિશ્વાસ જીતી લીધો છે.

અમિત શાહ સ્ટેટ લેવલથી ઊઠીને નૅશનલ લેવલે પોતાની આવડત-કુનેહથી કદ મોટું કરી દઈને લોકસભાની ચૂંટણીમાં સતત ચર્ચામાં રહ્યા એટલું જ નહીં, રાષ્ટ્રીય પક્ષોએ પણ તેમની નોંધ લેવી પડે એવી ટેક્નિકથી કામગીરી કરી બતાવી અને મોદીના વિશ્વાસુ તરીકે વધુ એક વખત તેમને સોંપેલી ફરજ નિભાવીને રાષ્ટ્રીય લેવલે પોતાનું સ્થાન મજબૂત કરી દીધું છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK