રાજકારણમાંથી ક્રિમિનલોને હટાવીશ, ભલે BJP કે NDAના પણ હોય : મોદી

ઉત્તર પ્રદેશના હરદોઈમાં ચૂંટણીપ્રચારની એક સભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘કેન્દ્રમાં BJPની સરકાર ચૂંટાઈ આવશે તો નવા સંસદસભ્યો સામે પેન્ડિંગ રહેલા કેસની તપાસ માટે એક પૅનલ બનાવવામાં આવશે.


જે કોઈ ગુનેગાર હશે તેણે જેલમાં જવું પડશે અને આ માટે સુપ્રીમ કોર્ટને ઝડપથી કેસોની પતાવટ કરવા કહેવામાં આવશે. હું આ માટે BJP કે NDAના સંસદસભ્યોને પણ બાકાત નહીં રાખું. સંસદની ગરિમામાં એને લીધે વધારો થશે અને ક્લીન ઇમેજ ધરાવતા પ્રતિનિધિઓ એમાં બેસશે. એક પણ આરોપીને ચૂંટણી લડવા નહીં મળે. કોણ કહે છે કે પૉલિટિકલ સિસ્ટમને સાફ કરી શકાતી નથી? હું સિસ્ટમ સાફ કરવા આવ્યો છું.’

કૉન્ગ્રેસ અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે ‘દેશમાં મા અને દીકરાની જોડીએ અને ઉત્તર પ્રદેશમાં પિતા અને પુત્રની જોડીએ દાટ વાળ્યોછે. ઉત્તર પ્રદેશમાં તો બહેનજી (માયાવતી)એ પણ તેમનો અમૂલ્ય કાર્યકાળ વેડફી નાખ્યો છે.’

મોદી સામે તપાસ કરવા કોઈ જજ તૈયાર નહીં

ગુજરાતમાં એક યુવતીની જાસૂસી કરવાના કેસમાં નરેન્દ્ર મોદી સામે તપાસ કરવાનો નિર્ણય કેન્દ્રીય કૅબિનેટે લીધો હતો અને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસના વડપણ હેઠળ તપાસ થશે એવી જાહેરાત ચાર મહિના પહેલાં કરવામાં આવી હતી, પણ મોદી સામે તપાસ કરવા માટે કોઈ જસ્ટિસ આગળ આવ્યા નથી. આમ કેન્દ્ર સરકારની આ મુદ્દે હાંસી થઈ છે. હવે આ મુદ્દે આગામી કૅબિનેટમાં ચર્ચા થશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK