AAPના મેમ્બરોને વારાણસી જવું છે, પણ ટ્રેનની ટિકિટો નથી મળતી

વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહેલા AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ માટે કામ કરવા મુંબઈથી ઘણા પાર્ટી-મેમ્બરોને વારાણસી જવું છે, પણ તેઓ જઈ શકે એમ નથી, કારણ કે ટ્રેનની ટિકિટો નથી મળતી અને વિમાનની ટિકિટો ખૂબ જ મોંઘી છે.


આશરે ૧૦,૦૦૦ રૂપિયામાં મળતી મોંઘી ટિકિટો તેમને પરવડી શકે એવી નથી. કેટલાક મેમ્બરો વારાણસી જતી ટ્રેનોમાં જનરલ ડબ્બાઓમાં બેસીને વારાણસી ગયા છે.

જોકે બીજી તરફ BJPના મેમ્બરો જથ્થાઓમાં વારાણસી જઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીના સમર્થકો તેમને જે મળે એ વાહનમાં વારાણસી જઈ રહ્યા છે અને કેટલાક પહોંચી ગયા છે. છેલ્લા દિવસોમાં મુંબઈ BJPના ટોચના પદાધિકારીઓ વારાણસીમાં જોવા મળશે.

AAPના નેતા મયંક ગાંધીએ કહ્યું હતું કે ‘ઘણા મેમ્બરોને વારાણસી જવું છે, પણ ટિકિટોના અભાવે તેઓ મુંબઈમાં રોકાવા માટે મજબૂર બની ગયા છે. જનરલ ડબ્બામાં વારાણસી જવું શક્ય નથી, કારણ કે આ તરફ જતી ટ્રેનો ફુલ જાય છે.’


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK